Tags » Blood Donor

મૂછે હો તો.. મનસુખભાઈ આહીર જૈસી

૩૧ ઇંચની લાંબી મૂછ ધરાવતા અને ૧૮૯ વખત રક્તદાન કરીને શેરદિલ ગુજરાત એવોર્ડથી સન્માનિત મનસુખભાઈ ચાવડા રાજકોટ પોલીસના કર્મચારી છે.

‘મૂછ’નું નામ સાંભળતા પુરુષ સમાજ પોતાના પૌરુસ્ત્વ નો અનુભવ કરવા લાગે છે. ‘મૂછ’ વિના મરદ અધુરો લાગે. એટલે જ તો દરેક પુરુષ પોતાની વિશીષ્ટ ઓળખ માટે મૂછો નો વિશિષ્ટ આકાર પણ જાળવતો જોવામળે છે.સામાન્ય આકાર અને બે થી ત્રણ ઇંચ લંબાઈથી માંડીને અણીદાર મૂછો પુરુષો રાખતા હોય છે અને કેટલાક તો આ મૂછોને શોખથી સાથે સાથે લાં…બી પણ કરે જ છે ને. પણ લાંબી કરીને કેટલી કરે..? વિચારો આપણા રાજકોટ શહેરના પોલીસમેન મનસુખભાઈ ચાવડાની મૂછો બે ઇંચ નહીં ખાસ્સી  ૩૧ ઇંચ લાં… બી છે. એને જોતા જ બોલી જવાય કે, ‘મૂછો હો તો નથુલાલ જૈસી નહી પર મનસુખભાઈ  જૈસી…વર્ના…’  હાલ અઢી ફૂટ  જેટલી લાંબી અને તેર વર્ષ  જેટલી આયુષ્ય ધરાવતી આ મનસુખભાઈ ની મૂછો પાછળ અનેક રહસ્યમયી વાતો રહેલી છે. રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના ભીમોરા ગામના વતની મનસુખભાઈએ બાળપણમાં દાદા અને પિતાની લાંબી – લાંબી મૂછો જોયેલી અને વાર્તા સાંભળી કે ‘એક મૂછધારી યુવાન પાસે ગિરવે મુકવા કશું જ નહીં ત્યારે મુછના એક વાળ પર તેને ધિરાણ મળેલું.’ સાત-આઠ વર્ષની ઉમરે આહીર બાળકે સાંભળેલી આ વાર્તા પછી તો તેમને મૂછો વધારવાનું ઘેલું લાગ્યું ને પછી તો તાવડીની મેશ અને પેન્સિલની મૂછો બનાવવાનું શરુ થયું ને ૧૭ વર્ષે યુવાનની મૂછનો દોરો ફૂંટતા મૂંછ વધારવાનું સ્વપ્ન સાકાર થયું. ૨૨ વર્ષ પહેલા પત્ની વનીતાબેનને ઘેર ગયા ત્યારે પણ મૂંછો લાંબી એટલે દાદાજી સાસુએ તો પહેલા રિજેક્ટ કરેલા ને બે દાયકા પછી હમણા મોટી પુત્રીને જોવા આવેલા, વેવાઈ પણ મનસુખભાઈની મૂંછો જોઇને ઘડીભર તો હેબતાઈ ગયેલા આમ અનેક ખટ્ટ – મીઠા અનુભવ કરાવેલ મૂંછો વિષે મનસુખભાઈનાં પત્ની કહે છે કે, ‘એમની મૂંછો અમારી ઓળખાણ છે .’ ગમે ત્યાં જઈએ તુરંત મુંછવાળા મનસુખભાઈનાં ઘરના તરીકે માન મળે છે. આજથી નવ વર્ષ પહેલા એમના કાકાના દીકરા દેવ થયા ત્યારે મૂંછો કઢાવેલી, ઘરે આવ્યા ત્યારે હું કે મારા છોકરા, છોકરીઓ ઘડીભર ઓળખી શક્યા નહોતા એની મુછ તો અમારો વટ છે.. અમારી શાખ છે.

નિત્ય એક કલાક જેટલો સમય મૂંછની સારસંભાળ લેતા મનસુખભાઈ મૂંછની જાળવણી ખાસ ક્રીમ દ્વારા કરે છે અને નેટમાં બાંધીને જતન કરે છે. મૂંછને ‘બહાદુરી’ નું પ્રતિક માનતા મનસુખભાઈ ચાવડાને પોલીસ ખાતા તરફથી પણ મૂંછને લીધે વિશિષ્ટ માન – સન્માન મળે છે. પોતાના અધિકારીઓ  તરફથી ખાસ મૂંછો માટે ઇનામ પણ મળ્યા છે અને મુંછને લીધે ગુજરાતી ફિલ્મોમાં ચમકવાની તક પણ મળી છે. રાજુ ભટ્ટ નિર્મિત ‘માં બાપને ભૂલશો નહિ’ અને બાલાભાઈ પટેલ નિર્મિત ‘ખોડીયાર છે જોગમાયા’ નામની ફિલ્મોમાં મૂંછો માટે તેમની ખાસ પસંદગી થઇ છે. એ ઉપરાંત નાટક ‘જનની જોડ’ જેવી ગુજરાતી સીરીયલ અને આઠ જેટલી પ્રાઇવેટ સીડીમાં પણ તેઓ મુંછોને લીધે અભિનય કરી ચુક્યા છે. વિશિષ્ટ શોખ ધરાવતા લાંબી મુંછોવાલા મનસુખભાઈની કરડાકીવાળી મુંછોની પાછળ એક માનવસેવાનું અનોખું ઝરણું પણ વહે છે. ધન નહિ પણ અમુલ્ય રક્તદાતા મનસુખભાઈને ૧૭ વર્ષની ઉમરે ઉપલેટાથી રાજકોટ આવીને એક વ્યક્તિને રક્તદાન કર્યું. ને હાલ સુધીમાં તેઓએ ૧૮૯ વખત રક્તદાન કર્યું છે. સગા પિતાએ લોહી આપવાની નાં પાડેલ દીકરીને આ મનસુખભાઈએ મામા બનીને આઠ વર્ષ પહેલા લોહી આપેલું તેની યાદમાં આ દીકરીના માતા ફાતમાબેન એક પણ રક્ષાબંધન ચુક્યા વિના મનસુખભાઈને રક્ષા બાંધ્યા વિના રહ્યા નથી. આવા મનસુખભાઈ નું સન્માન કરવાનું શહેરની એક પણ સંસ્થા ચુકી નથી.

મનસુખભાઈ નાની વયથી જ ગામડામાં ખેત મજુરીએ લાગી ગયા હતા તે અરસામા  તેમને રાજકોટ આવવાનું થયું ત્યારે સાધનોની ખરીદી કરતી વખતે એક ભાઈ આવ્યા કે ઓ – પોઝીટીવ લોહી મળી જાય તો મારા પત્નીની જિંદગી બચી જાય. આમ કહીતે ભાઈ રડવા લાગ્યા હું તો ભાઈ સાથે હોસ્પિટલ પહોચી ગયો અને રક્તદાન કર્યું ત્યારે એમ થયું કે થોડા લોહીથી કોઈનું જીવન બચતું હોય તો આ કામ ચાલુ જ રાખીશ. અત્યાર સુધીમાં  ૧૮૯ વખત રક્તદાન કર્યું છે પરંતુ હજુ સુધી મને નબળાઈ લાગી નથી દર ત્રણ મહીને રક્દાન કરું છુ. કોઈવાર ઈમરજન્સીમાં અઢી મહીને પણ કરું છુ. કોઈની જીંદગી સામે નીતિનિયમો ન જોવાય.  શરૂઆતમાં બીડી પીતો ત્યારે ડોક્ટર રક્તદાન પહેલા અને અને પછી બે કલાક વ્યસન ન કરવાનું કહ્યું. હતું  આજે પણ તે શરતનું પાલન કરું છુ. મારા ફોન નંબર ખાનગી બ્લડ બેંક અને સીવીલ હોસ્પીટલના લોકો પાસે હોય છે  ફોન આવે ત્યારે હું  ઓન ડ્યુટી હોઉં તો પણ નીકળ  જાઉં છું  આ કાર્યમાં ક્યારેય સીનીયર પોલીસ અધિકારીઓ મને કોઈ દિવસ નાં નથી પાડતા. આવો સહકાર આપવા બદલ હું આખા પોલીસખાતાનો આભાર માનું છું. હું હજુ પણ આ કામ ચાલુ રાખીશ અને તેમાં બેવડી સદી ફટકારવી છે

વિશ્વ રક્તદાન દિને અમદાવાદ ખાતે તા. ૧૪/૬/૧૧નાં રોજ ગુજરાત સરકાર દ્વારા તેમજ ગુજરાત સ્ટેટ કાઉન્સીલર ફોર બ્લડ ટ્રાન્સફ્યુઝન તેમજ ગુજરાત એઈડ્ઝ કંટ્રોલ સોસાયટી અને રેડ ક્રોસ બ્લડ બેન્કના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના રક્તદાન પ્રવૃત્તિનાં ૫૦ માં વર્ષની ઉજવણી નિમિતે ગુજરાતના ૧૨૫ એટલા સેન્ચ્યુરી રક્તદાતાઓને શેર દિલ ગુજરાત એવોર્ડનાં સન્માન કાર્યક્રમ નિમિતે રાજકોટ શહેર પોલીસના શ્રી મનસુખભાઈ નાથાલાલ આહિરે ૧૬૯ વખત રક્તદાન કરવા બદલ ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી ડો.કમલાજી ના હસ્તે તથા ગુજરાત રાજ્યના માં. મુ. મંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્ય ના આરોગ્ય મંત્રી શ્રી જયનારાયણ વ્યાસ તથા ગુજરાત રાજ્યના મંત્રીશ્રી વાસણભાઈ આહીર તથા પરબતભાઈ પટેલ સહિતનાઓ ની હાજરીમાં શેર દિલ ગુજરાત એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો  લાંબી મૂછોને, માનવતારુપી મીણનું હૈયું ધરાવનાર મનસુખભાઈને મૂછો માટે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નામ નોધવાનું સ્વપ્ન છે. અને ઈ.સ. ૧૯૫૦ મી. શોધાયેલ લોહીનું અનોખું  ગ્રુપ ‘બોમ્બે બ્લડ ગ્રુપ’ વિષે પુરતી જાણકારી મેળવીને લોકો સુધી પહોચાડવાની તેમની તમન્ના છે. રાજકોટના ખરા મુછધારી મનસુખભાઈ આપની સર્વે તમન્ના પૂરી થાય એવી અમારા સૌની શુભેચ્છા…. મનસુખ ભાઈ આહીર નો નીચેના સરનામે સંપર્ક કરી શકાય છે

શ્રી મનસુખભાઈ એન.  ચાવડા (આહીર ), પોલીસ હેડ કવાટર નં ૨૧૬,  ૪૦ મી લાઈન, ભૂતનાથ મંદીર ની સામે, જામનગર રોડ,
રાજકોટ  – ૩૬૦ ૦૦૧ મોબાઈલ : ૯૨૨૮૧ ૮૪૨૨૦

 

PERSONALITIES

Holiday season drives home need for blood donations

Watch above: Spending time with family and friends over the holidays often requires travel and that means more risk of collisions on Saskatchewan roads. Aaron Streck says that’s why Canadian Blood Services is pushing for more donations. 404 more words

Health

95 AT 95! GERARD KAUFHOLD STAYS YOUNG, KEEPS DONATING

Beavercreek donor Gerard W. Kaufhold celebrated his 95th birthday in August, and on Monday, Dec. 8 he matched his age with blood donations by making his milestone 95th donation with Community Blood Center (CBC).  338 more words

Donor

Day 31: Blood and the Beach

Busy day today!

After school, Katie and I had to cancel our Chem Club meeting for the day because things have been so busy! I made a plan to arrange a trip to the beach with a bunch of friends (Katie, Scott, Amanda, Bailey (Amanda’s boyfriend), Jared (kid from the swim team), Dean, and Brianna (my bestie in the whole wide world~) but since we took two cars, we also stopped for a late lunch (delicious burgers and fries from… 588 more words

American Red Cross Calls for Blood Donations During the Holiday Seasons

As the holiday season arrives, the need for giving blood remains the same. During the holiday’s donors prepare for travel and family gatherings, and blood donations often decline. 381 more words

A Pint-Sized Donation Goes a Long Way

When I was in college (which wasn’t that long ago), blood drives were held on campus every six or eight weeks. Other college students would man sign-up tables leading up to the blood drive, and I always avoided them if I could. 972 more words

Random Thoughts

Giving Blood, Bone Marrow and Carrying a Donor Card

About 25 years ago I was told that I am not permitted to give blood. The reason was not elucidated. So, for pretty much a quarter of a century I have not given blood, despite being happy to do so. 325 more words