Tags » Fact

માનો યા ના માનો

ભારતીય સેનાના એક જવાનને પગાર મળે છે, રજાઓ મળે છે, સેનામાં મળતી બધી જ સુવિધાઓ મળે છે. આ સામાન્ય વાતમાં અસામાન્ય બાબત એ છે કે આ જવાનનું શરીર નથી. તે આત્મા છે, જેને લોકો બાબા હરભજનસિંહ તરીકે ઓળખે છે. તેમનું મંદિર બનાવવામાં આવ્યું છે, જ્યાં શ્રદ્ધાળુઓ માથું ટેકવે છે. શા માટે ભારતીય સેના એક આત્મા સાથે જીવિત વ્યક્તિ જેવો વ્યવહાર કરે છે?

બાબા હરભજનસિંહનો જન્મ ઈ.સ. ૧૯૪૬માં વર્તમાન પાકિસ્તાનના ગુજરાંવાલા જિલ્લાના સદરાના ગામમાં થયો હતો. ૯ ફેબ્રુઆરી, ૧૯૬૬ના દિવસે તેઓ ભારતીય સેનાના પંજાબ રેજિમેન્ટમાં સિપાહી તરીકે જોડાયા. ઈ.સ. ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધમાં ડોગરા રેજિમેન્ટમાં હરભજનસિંહે ભાગ લીધો હતો. તેઓ પોતાની ડયૂટી ઈમાનદારીપૂર્વક કરતા હતા.

એવું કહેવાય છે કે બાબા હરભજનસિંહે ભારત-ચીન યુદ્ધ વિશે પોતાના સાથી જવાનોને પહેલેથી જ જણાવ્યું હતું. ઈ.સ. ૧૯૬૮માં પંજાબના પૂર્વ સિક્કિમમાં સેવારત બાબા હરભજનસિંહનો દેહાંત ૪ ઓક્ટોબર ૧૯૬૮ના દિવસે થયો હતો. તેઓ ઘોડાઓની એક ટુકડીને તુકુ લાથી ડોંગચુઈ લઈ જઈ રહ્યા હતા. તે સમયે તેઓ લપસીને એક નહેરમાં પડી ગયા. પાણીના વહેણમાં તેઓ તણાઈ ગયા અને બે કિલોમીટર દૂર તેમનું મૃત શરીર મળ્યું. કહેવાય છે કે તેમની લાશ સાથી જવાનોને ત્રણ દિવસ સુધી શોધખોળ દરમિયાન ન મળી. ત્યારે એક સાથી જવાનના સ્વપ્નમાં આવીને તેમણે પોતાની લાશ ક્યાં પડી છે તે જગ્યા જણાવી. તેમની લાશ મળ્યા બાદ સંપૂર્ણ સૈનિક સન્માન સાથે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો.

મૃત્યુ પછી પણ સેવા આપી રહ્યા છે

એક દિવસ સાથી જવાનના સ્વપ્નમાં આવીને બાબા હરભજનસિંહે પોતાની સમાધિ અને મંદિર બનાવવા જણાવ્યું. ત્યારબાદ તેમની સમાધિ પર એક મંદિર બનાવવામાં આવ્યું. તે દિવસથી હરભજનસિંહ ભારતીય સેનાની આ રેજિમેન્ટ માટે બાબા બની ગયા. સિક્કિમના નાથૂ લાની રેજિમેન્ટ માટે સ્વભાવે કડક અને અનુશાસનમાં માનનાર બાબા હરભજનસિંહ મૃત્યુ પછી પણ સેનામાં ઈમાનદારીપૂર્વક પોતાની સેવાઓ આપી રહ્યા છે, તેથી ભારતીય સેના વેતન સહિત સેનામાં મળતી બધી જ સુવિધાઓ બાબાને આપી રહી છે.

નાથૂ લામાં બાબાના નામે એક રૂમ આજે પણ સજાવીને રાખવામાં આળ્યો છે. જેને અન્ય સામાન્ય રૂમોની જેમ દરરોજ સાફ કરવામાં આવે છે. પથારીની ચાદર બદલવામાં આવે છે. તેમનો ડ્રેસ અને જોડાં મૂકવામાં આવે છે. ત્યાંના લોકોના કહેવા અનુસાર પોલિશ કરેલા જોડામાં દરરોજ સવારે કાદવના નિશાન જોવા મળે છે. બાબ પોતાની સેવા જવાબદારી પૂર્વક અદા કરે છે તેથી જ ભારતીય સેના તેમને નિયમિત વેતન પણ આપે છે. તેમનું વેતન જાલંધરમાં રહેતી તેમની માતાને મોકલવામાં આવે છે. સૈનિક તરીકે કામ કરતાં બાબાને સમયાંતરે પ્રમોશન પણ આપવામાં આવે છે. અન્ય જવાનોની જેમ તેમને વર્ષે બે મહિનાની રજાઓ પણ આપવામાં આવે છે. રજાઓમાં ઘરે જવા માટે તેમનું ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસમાં રિઝર્વેશન પણ કરવામાં આવે છે. કોઈની સાથે તેમનો ડ્રેસ સહિતનો સામાન તેમના ઘરે મોકલવામાં આવે છે અને રજાઓ પૂરી થતાં આ જ રીતે પાછો લાવવામાં આવે છે. બાબા હરભજનસિંહ મૃત્યુ બાદ પણ ડયુટી કરી રહ્યાં છે એવી માન્યતા માત્ર ભારતીય સેનામાં જ નહીં, પણ બોર્ડર પર ડયુટી કરતાં ચીનની જવાનોમાં પણ છે. જ્યારે પણ નાથૂ લા પોસ્ટમાં ભારત-ચીનની સેના વચ્ચે ફ્લેગ મિટિંગ થાય છે ત્યારે ચીની સેના એક ખાલી ખુરશી બાબા હરભજનસિંહ માટે પણ મૂકે છે.

આ વાત ભલે થોડી વિચિત્ર લાગતી, પરંતુ સત્ય છે. ભારતીય સેના તેમનામાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે. તેથી તેમનું મોટું મંદિર બનાવવામાં આવ્યું છે. જ્યાં મંદિરનો સંક્ષિપ્ત ઈતિહાસ દર્શાવતું બોર્ડ મૂકવામાં આવ્યું છે. તેમની સવાર-સાંજ આરતી થાય છે. તેમના માટે એક આરતી પણ રચવામાં આવી છે. ભારતીય સેનાના જવાનો સહિત દર્શનાર્થીઓ તેમના મંદિરમાં આવીને ધન્યતા અનુભવે છે. તેઓ જે બંકરમાં સેવા આપતા હતાં ત્યાં તેમનો સામાન આજે પણ સંભાળીને રાખવામાં આવ્યો છે. જ્યાં તેમની આત્મા આવીને માર્ગદર્શન આપે છે. જોકે આ બધાને અંધવિશ્વાસ ગણી આવી અંધવિશ્વાસને પ્રોત્સાહન આપવા બદલ ભારતીય સેનાના જ એક જવાને ભારતીય સેના અને ડિફેન્સ મિનિસ્ટ્રી પર કોર્ટ કેસ કર્યો છે.

Fact

Trivum Google Ad Nostrum

It is not hard to notice that the governing of this part of the planet is based upon trivial minutia. The Kardashian’s (who?), overlaid upon the teapot tempests of marginal splinter groups being given undue weight by the artificially manufactured daily opinions of the electronic airwaves giving illusory weight to concerns insignificant to the algorithmically silenced majorities. 412 more words

Social Commentary

Night oxygen

OFTEN I AWAKE, usually temporarily, about 5 a.m. or so.

If I’m on my side, I turn to face up. If sufficiently awake, I take a deep breath. 195 more words

Fact

ENTERTAIMENTBLOG TOP 5 STUFFS DOGS CAN DO THAT CAN BLOW YOUR MIND

Hi folks, today you going to be seeing some wow facts about Dogs. We all love Dogs, yes it’s true but most of us don’t know the below stuffs about our Dogs. 422 more words

Fact

Does living in Dubai cause hair loss?


Fact or myth We uncover the truth behind this common Dubai complaint Fact or myth We uncover the truth behind this common Dubai complaint2
http://bit.ly/1x8IBFp