ક્રુષ્ણના કોમ્પુટરમા-જયકાંત જાની (USA)
ક્રુષ્ણના કોમ્પુટરમા રાઘાએ જોઇ હશે
ક્રુષ્ણની ગોપીઓ સાથે ર્ંગીલી રાસલીલા
ત્યારથી ક્રુષ્ણના કોમ્પુટર ના સ્ક્રીન સેવરે
મિલિનેયમ રાઘાજી ના મો દીસે વીલા વીલા
ગોવર્ઘની વેબસાઇટ ગોકુલ ખોલો તો
વિઠ્ઠ્લની વાસળી ના સુર લાગશે વહેતા
ક્રુષ્ણના કોમ્પુટરમા નીરખીને જુઓતો
મશાલ લઇ ઉભાદેખાશે નરસિંહ મહેતા
ક્રુષ્ણના કોમ્પુટરંમા ફ્રેન્ડ્શીપ ડોટ્કોમ પર
ક્રુષ્ણપાસે લાગે કેવો સુદામો વામળો
મુઠ્ઠી પૌવામા રાજ મહેલોઆપી દે
તેવો જોયો સૌદાગર હરિ શામળો
મીરાની ભક્તિમા રાણો મોકલે વા ઇ ર સ
ક્રુષ્ણની ભક્તિમા મીરા જુઓ કેવી લીન છે
માયાવી માઉસ લઇ માઘવ હાથમા
મીરાને બચાવવા પળપળ તલ્લીન છે
-જયકાંત જાની (USA)
ગુજરાતી માંથી
નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું
એક બે ત્રણ વદું તો, બા દાદાને લાગે વાહલું
વન ટુ થ્રી કહું તો,મમ્મી પપ્પાને હસતા ભાળું
ખુશી ખુશી હું બોલું
બા દાદા કહે વારતા, શિયાળ કાગડો પુરી
મોમ કહે હોલ્ડ માય હેન્ડ નહીં તો પડશે ભૂલી
રમતાં રમતાં ઊંઘું,ઊઘમાં હસું થોડું થોડું
ખુશી ખુશી હું બોલું
બા બનાવે મારા માટે રોજ રોટલી શાક
મોમ ડેડી સાથે ભાવે મુજને પ્યારા પિત્ઝા ને કોક
ખાઉ થોડું બગાડું ઝાઝું,તોય વહાલ કરે રુપાળું
ખુશી ખુશી હું બોલું
બા કહે ફ્રોક પહેરી ,તું મજાની ઢીંગલી જેવી લાગું
શોર્ટ ટી ~શર્ટ પહેરી, મમ્મી સાથે હાઈ ફાઈ માં ભાગું
રોજ રોજ નાવલી વાતું, હસતી રમતી માણું
ખુશી ખુશી હું બોલું
બા ગવડાવે માના ગરબા, દાદા શીખવે હાથ જોડીને રામ
મમ્મી પપ્પા ઊપડે કામે, બોલાવી બાય બાયના જાપ
હસી હસી હું રમું ભમું,થાકી દાદા પાસે દોડું
ખુશી ખુશી હું બોલું
વાત કહી મેં મારી છાની ,બોલો તમને કેવી હું લાગું
નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું
- રમેશ પટેલ ‘આકાશદીપ’
હેલે ચઢી તમારી યાદ
સરોવરનાં નીર હેલે ચઢ્યાં ને ,
હેલે ચઢી તમારી યાદ
ઝરમર ઝરમર ઝીલ્યા મેહુલાને,
મનમાં ટહૂંક્યા તમારા સાદ
સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ
કલબલ કલબલ શોરમાં ઝૂલ્યા અમે
લઈ દિલડામાં વાસંતી ફાગ
રણક્યા તાલે મધુરા ઝાંઝર ને,
ઉરે છેડ્યા બંસરીના વ્હાલ
સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ
ચાંદલીયાના પાલવડે શરમાયા તારલીયા
ને તનમનમાં તરવરીયા તોફાન
સજી શણગાર હું ઝાંખું ઝરુખાએ
ટમટમે દિવડાઓ ચારે રે દ્વાર
કે સાજન મારા ,આજ હેલે ચઢી તમારી યાદ
રંગીલી રંગોળીથી શોભે આંગણિયાં ને,
મલકે મુખલડે મધુરી આશ
ગાશું રે ગીત હીંચીહીંચી ને
આભલે ઉડાડશું આજે ઉજાશ
કે સાજન મારા,આજ હેલે ચઢી તમારી યાદ
રમેશ પટેલ ‘આકાશદીપ’
કરોના, કેલિફોર્નીયા
વતન: મહીસા જિ. ખેડા
રણકાર
દરેક પીડા માણસને વધુ સહનશીલ બનાવવાને જ આવે છે. પીડા વિના ક્યારેય કોઈ સહનશીલ અને સામર્થ્યવાન બનતું નથી. બીજને એવી જગ્યાએ રોપવામાં આવે જ્યાં એને છોડ કે વૄક્ષ બનવામાં તકલીફ પડે તો બીજ દરેક અંતરાયને તોડવાને સક્ષમ એવાં મૂળિયાં સર્જે છે. એના વિકાસને કોઈ વિઘ્ન અટકાવી શકતાં નથી. પીડા એ માર્ગમાં આવતા અંતરાય છે એમ જો વિચારીએ તો એ સાવ ખોટું નથી પણ પીડાને સહનશીલ બનાવાના માર્ગ તરીકે જુઓ તો કેટલું બધું બદલાઈ જાય! પાણીને ગરમીની પીડાથી વરાળ અને એમાંથી વાદળ બનવા મળે છે. માળો તૂટ્યાની પીડા પછી પંખીને હારવાને બદલે નવો માળો બાંધવાની શક્તિ મળે છે. પીડા આ સૄષ્ટિની દરેક હરકતને અર્થપૂર્ણ બનાવવા માટેનું જાણે ઓજાર છે. પાતાળની પીડા પર્વતો પણ સર્જે છે મહાસાગરને પણ જન્મ આપે છે. સંબંધની પીડામાંથી સમજણની દ્રષ્ટિ જન્મે છે અને એનાથી સંબંધ ગાઢ બને છે. માત્ર અને માત્ર સરળ ચાલતી કોઈ વાત કેવી રીતે રોચક અને મીઠી બની શકે? પીડાને તેમ છતાં ભાંડો છે કેમ? પીડામાંથી જે શીખવાનું છે એ કેમ શીખતા નથી? પીડાને શા માટે દુશ્મન ગણો છો અને એમ કરીને એને વધુ તકલીફદાયી શાને બનાવો છો? મન જો પીડાનો મર્મ જાણી લે તો બધું સમુંસુતરું થવા માંડે. બાળક જેમ ધરતી ખૂંદીને, રખડપટ્ટી અને ધીંગામસ્તી કરીને બળવાન બને છે તેમ મોટેરાઓ અનુભવની ચક્કીમાં પીસાઈને, તકલીફોનો સામનો કરીને બળવાન બને છે. આ સત્યને સ્વીકારી લેવા જેવું છે. કબૂલ કરી લેવા જેવું છે કે આજે જે સંજોગ અળવીતરા લાગે છે એ સર્જાયા છે આવતીકાલને વધુ સારી બનાવવા માટે. જેને આ વાત સમજાય છે એને બાકી કશું સમજવાની જરૂર નથી પડતી.
- કલ્પના જોશી
રણકાર
આજે બાળ દિવસ. આમ જુઓ તો દુનિયામાં દરેક માણસ બાળક જ છેને? જો કે દરેક માણસ પોતાની અંદરના બાળકને ઓળખવાનું અને સન્માનવાનું કામ કરતા નથી એ અલગ વાત છે. પુખ્ત બની ગયા પછી બાળપણનો આનંદ માણી ના શકાય એવું કોણે કહ્યું? બાળક અને મોટા માણસમાં ફરક કયો છે? બાળક એટલા માટે બાળક છે કેમ કે એની દરેક હરકત નિર્દોષ છે, ઉત્સ્ફુર્ત છે, સહજ છે અને ગણતરીઓથી પર છે. પુખ્ત માણસ ચાહે તો પણ બાળકની જેમ દરેક બાબતમાં નિર્દોષ કે ઉત્સ્ફુર્ત બની શકતો નથી. કંપનીની બૉર્ડ મીટિંગ ચાલતી હોય અને મૅનેજિંગ ડિરેક્ટરનું માથું બિનજરૂરી ચર્ચા સાંભળીને ફાટફાટ થાય તો પણ એ થોડો એમ કહી શકે કે, “ચાલો, તેલ પીવા જાવ તમે બધા અને હું જાઉં છું આ મીટિંગ પડતી મૂકીને, મૂવી જોવા માટે…” માન્યું કે જવાબદારી માણસને અણગમતી પ્રવૄત્તિઓને પણ ઢસડે રાખવાની ફરજ પાડે પણ દિવસમાં એવો અઢળક સમય સૌને મળે છે જ્યાં એ મોકળા મને બાળસહજ વર્તન માણીને હળવાશ માણી શકે અને જીવન આનંદમય બનાવી શકે. આ મૂવી જોવાની વાત કરી એનો દાખલો લઈએ. કેટલાય લોકો મૂવી જુએ છતાં મન મૂકીને હસી કે રડી શકતા નથી. ઊલ્ટાનું જેઓ ખડખડાટ હસતા હોય એમને જોયા કરીને આ લોકો વિચારે રાખે, “લે! આ તે કઈ રીત છે હસવાની? સભ્યતા જેવું કાંઈ છે જ નહીં આ લોકોમાં તો…” અને કોઈક કે કરૂણ દ્રશ્ય જોઈને રડી પડે તો આ લોકોને હસવું આવી જાય, “હે ભગવાન! આ ફિલ્મ છે, બધું નકલી છે, એમાં શું આમ રડવાનું?” ફિલ્મ છે, બધું નકલી છે એ ખબર હોવા છતાં ફિલ્મ જોવા જઈએ એની પાછળનું એક કારણ એ નથી હોતું કે આપણે એ સંવેદનાઓને ફિલ્મી દુનિયા અને નકલી પાત્રો જોઈને ઝંકૃત કરવા માગતા હોઈએ છીએ જે અન્યથા સુષુપ્ત અને મોળી પડી ગઈ હોય છે. બીજું કાંઈ બનો કે ના બનો પણ ખરેખર જ, આખું જીવન દિલથી બાળક રહેજો. શક્ય તેટલા વધુ ઉત્સ્ફુર્ત અને સહજ રહેજો. એનાથી વિશેષ સુખ ક્યાંય અને કોઈ રીતે મળી શકવાનું નથી.
- કલ્પના જોશી
રણકાર
એક જ સ્કૂલ કે કૉલેજમાંથી અસંખ્ય વિદ્યાર્થીઓ ભણીગણીને બહાર પડે છે. એમને  ભણાવનાર શિક્ષકો પણ એકસરખા હોય. કારકીર્દિના મોરચે પણ એમાંથી ઘણાના ભાગે સરખી તક  આવે છતાં, છેવટે તો દરેક જણ એક નોખો માણસ બને છે અને એકમેકથી અલગ પ્રૉફેશનલ પણ. શા  માટે? દરિયામાં ગમે તેટલું પાણી ઠલવાય છતાં દરિયો તો ખારો જ રહે અને ગંગામાં ગમે  તેટલો કચરો પડે છે પણ ગંગાનું પાવિત્ર્ય તો અકબંધ જ રહે છે. માણસને પણ બાહ્ય જ્ઞાન  ગમે તેટલું મળે અને બહારનાં દૂષણ એને ગમે તેટલું સ્પર્શે, માણસ છેવટે એ બને જે એનું  આંતરિક વિશ્વ છે. અંગત અનુભવ, અનુભવમાંથી અમલમાં મૂકવામાં આવતા ફેરફાર અને સતત વધુ  સારા બનવાનો દ્રઢ નિર્ધાર જ વ્યક્તિત્વને ધાર્યા મુજબનું બનાવવા માટેની પૂર્વશરતો  છે. શાંત ચિત્તે બેસીને પોતાના વિશે, પોતાના કર્મ અને નિર્ણયો વિશે કેટલીવાર  મનોમંથન કર્યું છે તમે? કેટલીવાર એ સ્વીકાર્યું છે કે અમુક ભૂલો, પછી એ કાર્યલક્ષી  હોય કે સ્વભાવલક્ષી, ક્યારેય પાછી કરવી નથી? કેટલીવાર એમ કહીને ચલાવી લીધું છે કે  મારાથી આ સુધારો નહીં થાય અને આ બાબતમાં હું અશક્ત છું? ખરેખર વિચારજો તો ખરા.  મિત્રો સાથે નકામી વાતો કરવાનો, ફિલ્મો જોવાનો અને હરવાફરવાનો સમય જેમ ફાળવી લેવાય  છે તેમે, પોતાને સુધારવાનો સમય પણ કાઢવો જ રહ્યો. ડિગ્રી કે પૉસ્ટ, ઓળખાણ કે આવડત એ  બધું ત્યારે જ મદદરૂપ થશે જ્યારે પોતે એ બધાને ઉપયોગી કરી બતાવવાની ક્ષમતા રાખીએ.  કોઈ અહીં કોઈને સારા બનતા રોકી શકતું નથી કે નથી રોકી શકતું વિકસતા. દુનિયાની  યુનિવર્સિટીમાં ઍડમિશન તો સૌને મળે છે, એમાંથી ઝળહળતી ડિગ્રીની સફળતા એને મળે છે જે  રોજ ભણે છે, રોજ વિચારે છે અને રોજ જાતે પરીક્ષા આપીને જાતે જ પરીક્ષક બનીને પોતાની  કાળજી લે છે.
- કલ્પના જોશી
વાલમના પડદા વિરાટ,સંતાયા ઝાડવાને જહાજ
ના ચણતર કે ના આડ, ધુમ્મસે ઢંકાયા પહાડ
દૃ ષ્ટિ અને દૂરબીન લાચાર, ક્યાં સંતાયા તમે રાજ?
કુદરતનું કૌતક મહાન, ધુમ્મસે ઢંકાયા પહાડ
વગડાની વાટે તું જાશે, અંધારી આલમે અટવાશે
મગરુર ધુમ્મસ છાનું હરખે, હસતી નીયતિ રે નીરખે
પૂર્વમાં પધાર્યા રે ભાણ, તાકતા તીખા રે બાણ
ભાનુના ઉભર્યા રે વહાલ, વરસાવે ઉર્જાની લ્હાણ
કિધા અલોપ રે ધુમ્મસ, દર્શન રમતા ચોપાસ
ભૂધરનો ભાળ્યો અહેસાસ, અંતરે પ્રગટ્યો ઉજાસ
સન્મુખ છે પરમેશ્વર રાય,કર્મ-ધુમ્મસના છાયા અંતરાય
રમતા રામ ના પરખાય, અંધારે આલમ અટવાય
જાજો રવિ સંતને ચરણ, ઝીલજો ગ્યાનના અવતરણ
ઝબકારે થાશે રે દશન, મળશે અવિનાશીનું શરણ
રમેશ પટેલ ‘આકાશદીપ’
ભલે નગરમાં ભમીએ તોયે મૂળ અમે વનવાસી!
ડામર-પથ્થર સાથે માથાં
ભલે રહે અફળાતાં;
વાહન ની ચીસોથી છોને
અમે રહ્યાં ચમરાતાં!
પર્ણમર્મરો તરુએ તરુની નસનસ માંહી હુલાસી!
બજાર ના ઘોંઘાટો માથે
ભાવતાલના ડેરા,
ગિર્દી ના ઠેલાથી હાંફે
પવનો અરે! નમેરા !
નિર્ઝરનાં ઝરઝરતાં તોયે જલો ઉરે તૃણપ્યાસી!
સુઘડવેશની નગરી સાંજે
ઉતાવળી ઉચ્છવાસે,
‘આસ્તે! આસ્તે!’ ઉઠે પુકારો
જડ પગથીની પાસે,
બંકિમ તોયે વન્ય કેડીની ધૂલિ હિયે સુવાસી.
-વ્રજલાલ દવે
એને વાપરો, કટકા કરો, વેરવિખેર કરો,
જોડો, ફરી ટુકડા કરો, ફરી જોડો, ઊભા આડા
લીરા કરો, ચૂરા કરો, તેમ તેમ એ વધતો જાય,
ઝીણો ને ઝીણો થતો જાય, પાતળો
મજબૂત અને સૂક્ષ્મ થતો જાય, કઠણ કાતિલ
અને કારણ થતો જાય, બહુ બહુ જોર કરો તો
અંતે એ તમને તોડી, ફોડી, લીરા, ચૂરા, રાખ કરી
ફૂંકમાં ઉડાડી દે અને પોતે ?
પોતે ફરી નવા ગર્ભ માં પ્રવેશે,
અંગ ઉપાંગ, લટકાં, હાસ્ય, રુદનભર્યું
ફરી નવું શરીર ધારણ કરે,
ફરી કોઇ ના ગળામાંથી ગહેકે,
ફરી કોઇ ના અવાજ ને જગાડે,
ફરી કોઇ ના શ્વાસમાં, લોહીમાં વાણીમાં
છંદની જેમ ધબકે અને
કોઇ જો એમ માને કે-
શબ્દને હું આમ રમાડું, શબ્દને
હું આમ ઉલાળું, હું આમ પડકારું
હું એને નવું જીવન આપું, એના આમ
કટકા કરું, એને ઇતરતીતર વેરવિખેર કરુમ
હું એના આમ લીરા કરું, આમ ચૂરા કરું
જુઓ મારું જાદુ,
જુઓ મારું જાદુ,
જુઓ મારું જાદુ,
ત્યારે–
-હસમુખ પાઠક
આવ સામે તો તને હું પ્રેમની દેવી કહું,
વાત મનની એક મૂર્તિને કહીને શું કરું ?
-બેફામ
હું ઘરબાર ભૂલ્યો પરિવાર ભૂલ્યો,
તમે યાદ આવ્યાં તો સંસાર ભૂલ્યો.
-શેખાદમ આબૂવાલા
તું નહીં હો તો જગત આખું જ ભ્રમણા લાગશે,
ઝાંઝવાં હો કે ઝરણ સૌ એકસરખાં લાગશે.
-બેફામ
તમને જોવાથી સરોવરમાં કમળ ખીલી શક્યાં,
ગુપ્ત કાદવ પણ પ્રગટાવવાની કલા ઝીલી શક્યાં.
-બેફામ
તમને જોયાં તો હ્રદયનું હેત રેલાઇ ગયું,
તાર મનમાં ઝણઝણ્યાં, સંગીત રેલાઇ ગયું.
-બેફામ
લાજ ના ભાવથી નમી તે ગઝલ,
જે પ્રથમ દ્રષ્ટ્રી એ ગમી તે ગઝલ,
એતો છે ચીજ સર્વ મોસમની
નિત્ય લાગે જે મોસમી તે ગઝલ,
લીટી એકાદ સાંભળી ‘ઘાયલ’
હલબલી જાય આદમી તે ગઝલ,
—અમ્રુત ‘ઘાયલ’
એક્કેય એવું ફૂલ ખીલ્યું છે નહીં
કે જે મને હો ના ગમ્યું!
જેટલાં જોયાં મને તો એ બધાં એવાં જચ્યાં
કે જે નથી જોયાં થતું- ક્યારે હવે હું જોઉં…
એમાંય તે આજે વસન્ત
મબલખ ફૂલોના ભારથી ડૂબું ડૂબું નૈયા લઇને નાંગરી
આછા શિશિર ના તટ ઉપર
ત્યાં
હું જ ડૂબી જાઉં છું
હું ભાનમાં બોલી રહ્યો બેહોશ છું
હું ફૂલ પી એવાં ગયો છું ગટગટાવી
આંખ માં એની અસર એવી થતી
જેની સુંગધે જગત આ આખું શ્વસે
તે સૂર્ય મુજને તાતો ખીલેલો લાગતો,
ઓટ-ભરતીમાં ઊછળતા માત્ર પાણીનાં અરે બહુ પર્ણમાં
સાગર ખીલેલો લાગતો
પર્વતો પાષાણના કેવા ઠરેલા
તે પણ ખીલેલા લાગતા
એકસરખું ચોતરફ ફેલાયેલું આ આભ પણ
મુજને ખીલેલું લાગતું
ભમરા સમો ભમતો પવન ને ભમરા સ્વયં
મુજ ને ખીલેલા લાગતા,
હું આ બધું શું અરે બોલી ગયો ફૂલોથી કે ભૂલથી?
જે કંઇ ખીલ્યા તે શબ્દ મારા-
અહીંતહીં બધે વેરઇ
લેખક- શ્રી પ્રિયકાન્ત મણિયાર
તમે ના પારખી શકશો, અમારાં દર્દ એવાં છે,
નથી આધાત પથ્થર નો, પડયો છે માર ફૂલોનો.
-જિતેન્દ્રકુમાર જોષી
ઉધાડાં દ્વાર રાખીને, સતત જાગ્યા કરું છું હું,
તમે આવો નહીં, એ વાત હું માની નથી શકતો.
-કૈલાસ પંડિત
તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ
તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
-હરીન્દ્ર દવે
તમે ન કામ માં આવો તો કામ માંથી જઇશ,
કે છું હું કામનો માણસ ને કામકાજ નથી.
-મરીઝ
મને આ તારી અધબીડેલી આંખો માં સમાવી લે,
મને તો ઘણી ઇચ્છા છે કે કાજલ થાઉં તો સારું.
-શેખાદમ આબુવાલા
કાજળભર્યાં નયનના કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપુ કારણ મને ગમે છે.
લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.
જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,
ઝેર હોય અથવા મારણ મને ગમે છે.
ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાંનાં તોપણ મને ગમે છે.
હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું,
દીવાનગી તણું આ ડહાપણ મને ગમે છે.
આવી ગયાં છો આંસૂ લૂછો નહીં ભલા થઈ
આ બારે માસ લીલાં તોરણ મને ગમે છે.
લાવે છે યાદ ફૂલો છબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે.
દિલ શું હવે હું પાછી દુનિયાય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.
હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીનાં! વળગણ મને ગમે છે.
ભેટ્યો છું મોત ને પણ કૈં વાર જિંદગીમાં!
આ ખોળિયા ની જેમ જ ખાંપણ મને ગમે છે.
‘ઘાયલ’ મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મે રોઈને ભર્યાં છે, એ રણ મને ગમે છે.
“અમૃત ઘાયલ”
” ક્યારેક . .
એમ થાય છે . . કે
હું . .
રણ બની ને હંફાવુ તને
હરણ ની જેમ . . .
ાઅને . .
સમજાવી દૌઉ તને . . . .
કે . .
પ્યાસ એટલે શું ?
– મીના ઠકકર -
હ્રદયના દર્દની તમને જરા જો કલ્પના આવે;
કસમથી આપની જીભે સદા સો સો દુઆ આવે.
તમારી હોય જો ઈચ્છા વધાવી લઉં છું એને પણ,
સકળ બ્રહ્માંડની ઘેરાઈ મુજ પર જો વ્યથા આવે.
સહન હું તો કરી લઉં છું, ન સહેવાશે તમારાથી,
એ પાનું ફેરવી દેજો, જ્યાં મારી વારતા આવે.
જરા ઘુંઘટ હટાવી ઝાંખવું નજરો બચાવીને,
અમારી જાન જાએ ને તમોને તો મજા આવે.
તમારા વાયદાઓ છે કે રેતી પર મિનારાઓ,
તમારું આવવું જાણે કે પશ્ચિમથી ઉષા આવે.
નજર દિલ પર પડે છે તો આ જખ્મો એમ ફૂલે છે,
કે પથ્થર જાય પાણીમાં ને ઉપર બુદ્ બુદા આવે.
મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું,
ન આવે કોઈ જ્યાં મળવાને ત્યાં આખી સભા આવે.
શિકાયત શું કરે દિલ કોઈ ના આવે ગજું શું છે?
મોહબ્બત હો જો ‘કામિલ’ તો ખુદા પાસે ખુદા આવે.
હતું રંગીન કયારેક જે, હવે શ્વેત -શ્યામ બની ગયું,
સપનું મારું, આ રાહ પર, એકલ મુસાફર બની ગયું !
હતું ગઝલ કયારેક જે, હવે શબ્દોનુ મોહતાજ બની ગયું,
સપનું મારું, આ કાગળ પર, ચાર અક્ષર બની ગયું!
હતું ફસલ કયારેક જે, હવે ખેતરનું નિંદામણ બની ગયું,
સપનું મારું, આ વેલ પર, વાંઝિયો વિચાર બની ગયું!
હતું વ્હેણ કયારેક જે, હવે પથરાળ મેદાન બની ગયું,
સપનું મારું, આ રેત પર, કોઇક કંકર બની ગયું!
હતું મારું કયારેક જે, હવે અન્યની મિલકત બની ગયું,
સપનું મારું, આ હકીકત પર, કેટલું લાચાર બની ગયું!
હતું બાજી કયારેક જે, હવે કૌરવોના જુગટાનું મોહરૂં બની ગયું,
સપનું મારું, આ દ્રૌપદી પર થતો અત્યાચાર બની ગયું!
-દીપ્તિ પટેલ ‘શમા’
કાંટાઓને દર્દ છે છાનું, એ હું જાણું,
ફૂલોને યે દિલ છે દીવાનું, એ હું જાણું,
ઝાંઝવા થી ના પ્યાસ બુઝાશે, ઓ દિલ મારા,
અંત જામ અશ્રુનું પીવાનું, એ હું જાણું.
-ઝરીના ‘ચાંદ’
યારી ગુલામી શું કરું ત્હારી ? સનમ,
ગાલે ચૂમું કે પ્હાનીએ તને ? સનમ.
-કલાપી
તમે જ યાદ અપાવ્યાં મને સ્મરણ જૂનાં,
ફરી એ વાત પુરાણી તમે કહો તો કહું.
-હરીન્દ્ર દવે
હજાર વાત કરે આંખ, હોઠ કંઇ ન કહે,
આ એક પ્રકારની નિષ્ઠુરતા છે, લાજ નથી.
-મરીઝ
તમે એકવાર જેને રાત દઇ જાઓ છો જીવન માં,
દિવસ મળતો નથી એને સૂરજ ની રોશની માંથી.
-બેફામ
મિત્ર મુન્નાભાઈ એ આપેલી ગુજરાતી ગઝલની સીડીમાં જગજીતસિંઘના અવાજ માં સાંભળેલી
ફરી એકવાર મરીઝ સાહેબની સુંદર રચના………
મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.
નથી કોઈ દુ:ખ મારા આંસુનું કારણ,
હતી એક મીઠી મજા યાદ આવી.
જીવનના કલંકોની જ્યાં વાત નીકળી,
શરાબીને કાળી ઘટા યાદ આવી.
હજારો હસીનોના ઈકરાર સામે,
મને એક લાચાર ‘ના’ યાદ આવી.
મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.
કબરના આ એકાંત,ઊંડાણ,ખોળો,
બીજી કો હુંફાળી જગા યાદ આવી.
સદા અડધે રસ્તેથી પાછો ફર્યો છું,
ફરી એ જ ઘરની દિશા યાદ આવી.
કોઈ અમને ભૂલે તો ફરિયાદ શાની!
’મરીઝ’ અમને કોની સદા યાદ આવી?
-મરીઝ
આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં,
શો શૂન્યતાથી જામ સપનનો ભરી ગયાં !
વીતી ગઈ એ વેળ, હવે અહીં કશું નથી,
સ્મરણો ય આવી આવીને પાછાં ફરી ગયાં !
હું શું કરું જ્યાં કંઠ જરી ય ખૂલતો નથી,
ગીતો તો કેટલું ય અરે કરગરી ગયાં !
તારા ગયાં પછી ન બન્યું કંઈ નવું અહીં,
અધઊઘડી બે છીપથી મોતી ઝરી ગયાં !
જોઈ અટુલી મ્હેંક સમય પૂછતો ફરે -
ફોર્યાં અહીં જે ફૂલ તે ક્યારે ખરી ગયાં!
વાતો રહી ગઈ એ કસુંબલ મિજાજની,
એ ઘેન, એ ઘટા, એ ઘૂંટ, સહું સરી ગયાં !
એની ખીણો મહીં જ સમય ખૂંપતો ગયો,
શબ્દો અજાણતા જે તમે કોતરી ગયાં !
આપણા માટે સમજદારી નથી
મારી વાતો સાચી છે, સારી નથી.
વાવના એકાંત વચ્ચે કાંકરી,
પાણી જેવી સાવ નોધારી નથી.
એક બે કિસ્સાથી હું બદનામ છું
મારી આખી રાત ગોઝારી નથી.
સૂર્ય છોને ઊગ્યો અડધી રાતના!
ઓસ નાં ફુલોમાં કંપારી નથી.
દોડતા શ્વાસો અટકવા જોઇએ
મારી ઇચ્છા મારી લાચારી નથી.
-ચિનુ મોદી
પ્રેમ છે એની શરૂઆત ગમે ત્યાંથી કરો,
એમાં આરંભ જરૂરી નથી છેડા માટે.
-મરીઝ
હોત નહિ તો એ બધા અંધકારમાં જીવતા ગરીબ,
તમને જોવાથી જ ચમકે છે સિતારાનાં નસીબ.
-બેફામ
આ દર્દ મહોબતનું જે હરગિઝ નથી મટતું,
ઉપર થી મજાએ કે મને એની દવા યાદ.
-મરીઝ
પ્રેમ એક જ છે, પ્રસંગો જૂજવાં દેખાય છે,
દ્ર્ષ્ટિ જૂની છે અને દ્ર્શ્યો નવાં દેખાય છે,
તમને ખોયા બાદ એવી પ્યાસથી હું જોઉં છું,
જાણે સાચાં નીર માં પણ ઝાંઝવાં દેખાય છે.
-બેફામ
આ ગગનમાં ચાંદથી તારું બનાવું અંગ હું,
આ ધરાનાં સૌ ગુલાબોને ભરી દઉં રંગ હું,
પણ તને ચેતન વિનાની ચીતરી ને શું કરું ?
-બેફામ
એક એક ડગલું ભરાતું જાય છે, આ રસ્તો કપાતો જાય છે. સમરસિયા મિત્રોના પગલા પણ સાથે જ ચાલતા જાય છે.  અને આ નિરવ પગલા તરફ દ્રષ્ટિ કરતા ગઈકાલે રાત્રે સુખદ આશ્ચર્યનો ઉછાળો આવ્યો કે અહીં  પગલાની છાપ ૨,૦૦,૦૦૦ નો આંકડો પાર કરી ચૂકી હતી…!
ગર્વ છે મને તમારા સૌના સાથ – મુલાકાતથી. એક પ્રયત્ન મેં કર્યો હતો કે મારી ઉંમરના વર્ગને ગુજરાતી સાહિત્યમાં રસ પડે. તે માટે બનાવ્યો બ્લૉગ… અને મને જે ગમ્યું તે લગભગ બધાને ગમશે એ માનીને અહીં પોસ્ટીંગ ચાલુ રાખ્યુ… અને આજે મારી પોતાની આગળ એ સાબિત કરવામાં હું સફળ થઈ રહ્યો છું કે રચનાઓ નવી હોય કે જુની, સિધ્ધકવિની  હોય કે નવોદિતોની. મારો ખજાનો તો સાહિત્યના આ વિશાળ સાગરમાંથી વીણેલા મોતીઓથી સમૃદ્ધ થતો જ  જાય છે. ચારસોથી વધુ પોસ્ટ અને બે લાખથી વધુ મુલાકાતીઓ મારા આ ખજાનાને અણમૂલ બનાવે છે…
તે અદભુત પળ નો ફોટો
ગબ્બરના ટોચે, દિવડા ની જ્યોતે,ઝગમગે સોનેરી ગોખ
મા અંબાને ચરણે ,ઘેલીગુજરાત ગરબે રમતી  રો જ
આભલા ચમકે, રંગી ચૂંદડીએ, ગઢ પાવાને વાટ
કુમકુમપગલે, સુંદર સાથીઆ પૂર્યા માડીને દ્વાર
સંગીતના તાલે, ઝાંઝર ઝણકે, તાલીઓનારણકે તાલ
હીલોળા લેતાં હરખે હૈયાં, ભાવ સાગરને પાળ
ઘૂમતા રાસે ,નવલેનોરતે, મલકે ઉમળકો આજ
ચાંચર ચોકે, ધબૂકતે ઢોલે, ખીલી છે માઝમ રાત
અંગઅંગ મલકે, જોશે છલકે, વાગે ઢોલીડાના ઢોલ
લાલ શણગારે શોભે માડી, અપાર આનંદઅણમોલ
હીંચે હીંડોળે , ગબ્બર ગોખે, દેતાં મંગલ આશીષ
મા વરદાયીનીને ચરણેશરણે, ભાવે નમાવીએ શીશ
ભક્તોના હૈયે ભક્તિ છલકે, મલકે મુખલડે ઓપ
ગબ્બરનાટોચે દિવડાની જ્યોતે, ઝગમગે સોનેરી ગોખ
રમેશ પટેલ(આકાશદીપ)
લેવું પડે છે જીભનું ય કામ આંખથી,
આ અંજુમનની રીતરસમ આકરી તો છે.
-ઘાયલ
મજા ખરી એ મિલન તણી છે
કંઇક એવું બને મિલન માં
સવાલ ઉઠે હ્રદય માં,
જવાબ આવે નયન નયન માં
-ઘાયલ
‘ગની’ દુનિયાની સાથે ચાલવામાં પ્રશ્ર્ન છે દિલનો,
અમારે ચાલવાની ના નથી, જો એ પ્રથમ ચાલે.
-ગની દહીંવાલા
પ્રેમાળ દિલ એવું કે આવે બધાં યાદ
દુઃખદર્દ છે એવાં, તમે પણ ન રહ્યાં યાદ.
-મરીઝ
આ શું સતત ભય રહે તૂટી જશે સંબંધ,
વીજળીની ડાળ ઉપર કોઇ માળો ન બાંધવો.
-હરીન્દ્ર દવે