વાયરાની      રાતમાં    દીવડા    ઠરી    ગયા
સાથ   લઈને    ચાલતા   દીવડા   ઠરી   ગયા
એ વદન-પ્રભા   બધા   આંખ  આંજતી  ગઈ
એકલા      ઉજાશમાં    દીવડા    ઠરી    ગયા
તારલાની   રાત   પણ   સાથ  ના  દઈ  શકી
વાટમાંને     વાટમાં     દીવડા    ઠરી    ગયા
રાત   આખી  એકલા એમ  પણ  ગુજારી  છે
જોત    જોતાં   કેટલાં    દીવડા    ઠરી   ગયા
એક   જો  ઠરી  ગયો, બીજો   બાળતા  ગયા
એક    બાદ    કેટલાં   દીવડા    ઠરી    ગયા
કાલ   એવા   ઊગશે   સૂર્ય  સમ  સતેજ  થઈ
આજ    રાત    જેટલાં   દીવડા    ઠરી   ગયા
રાતભર ન  જે ઠર્યાં, આંધિ  હો કે હો પ્રલય
ઝબકી આજ,  એજ કાં  દીવડા   ઠરી   ગયા
જિંદગી  ઉજાસ પણ રહી તો એ રહી‘રસિક’
આશ   લઈને   આંખમાં દીવડા  ઠરી  ગયા
-’રસિક’ મેઘાણી
એ  ચાહનાની  વ્યાસ  હતો, પણ ગજબ હતો
મુજ દિલની આસપાસ હતો, પણ ગજબ હતો
મલકાટ   એના  મુખનો  પ્રફુલ્લિત  કરી  ગયો
જોકે  ન  મારી  પાસ  હતો, પણ  ગજબ હતો
આખી   હયાત   વીતી   ગઈ   એની  યાદમાં
એવો  હૃદયમાં  વાસ  હતો, પણ  ગજબ હતો
હસતો   રહ્યો’તો   રાત   દિવસ  ફૂલ   વેરતો
મનમાં  ભલે  ઉદાસ  હતો,  પણ  ગજબ હતો
આંખોમાં  નોખો   એથી  તરી  આવતો  રહ્યો
સઘળામાં  એજ  ખાસ હતો, પણ ગજબ હતો
અંજાઈ   આંખ  એનું   વદન  જોઈ  ના  શકી
એવો   બધે   ઉજાસ  હતો, પણ  ગજબ  હતો
સઘળાને  એનો  ભ્રમ હતો  જોતા  રહી  ગયા
એ નો’તો  જાણે  ભાસ હતો, પણ ગજબ હતો
આજે   તમારી   યાદ   ઘણી   આવતી   રહી,
એથી ‘રસિક’ ઉદાસ  હતો, પણ ગજબ હતો
-‘રસિક’ મેઘાણી