નાના અમથા જીવનમાં ના પૂછો કેટલું જોઈ લીધું,
રત્તીભાર શું પામ્યા સામે પર્વત જેટલું ખોઈ દીધું!
દોસ્ત બનાવી જોઈ લીધા ને દુશ્મન પણ કંઈ જોયા,
દિલને ડર બહુ માણસનો મેં ઘણું મનાવી જોઈ લીધું!
સૌની સાથે સારપનો વહેવાર કરીને જોઈ લીધું,
ઉણપ, ઉપેક્ષા, તિરસ્કારનો બદલો પામી રોઈ લીધું!
થરથરતા કોઈ જીવને દેવા હૂંફ, લાગણી, આશા,
જાત બળી ત્યાં રાખ મળી મેં આગ બનીને જોઈ લીધું!
શર્મિલ સંબંધોની દુનિયા તો મતલબની દુનિયા,
ઝેર નથી આ પચતું કેમે ઘણું પચાવી જોઈ લીધું!
- સંજય વિ. શાહ ‘શર્મિલ’
(૧૯૯૩માં લખાયેલી એક કૄતિ)
સામે નથી કોઇ અને શરમાઇ રહ્યો છું
હું પોતે મને પોતાને દેખાઇ રહ્યો છું.
આ મારો ખુલાસાઓથી ટેવાયેલો ચહેરો
ચૂપ રહું છું તો લાગે છે કસમ ખાઇ રહ્યો છું.
એક વાર મેં ફૂલો સમો દેખાવ કર્યો ‘તો
આ એની અસર છે કે હું કરમાઇ રહ્યો છું.
ગઇ કાલે અમસ્તાં જ હું થોડુંક હસ્યો’તો
આજે એ વિચાર આવતાં ગભરાઇ રહ્યો છું.
તારા લીધે લોકો હવે નીરખે છે મને પણ
કાગળ છું હું કોરો અને વંચાઇ રહ્યો છું.
મારા વિશે કોઇ હવે ચર્ચા નથી કરતું
આ કેવી સિફત થી હું વગોવાઇ રહ્યો છું.
કહેવું છે ઘણું ‘સૈફ’ અને કહી નથી શકતો
શબ્દોની દીવાલ ને દફનાઇ રહ્યો છું.
-સૈફ પાલનપુરી
કોઈ સ્મિતે સ્મિતે સળગે છે
કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે
કોઈ જામ નવા છલકાવે છે
સંજોગના પાલવમાં છે બધું
દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે
એક લાશ તરીને આવે છે
- સૈફ પાલનપુરી
છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા.
દુર્દશા જેવું હતું, કિંતુ સમજ નો’તી મને,
દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા.
હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં.
મેં લખેલો દઈ ગયા; પોતે લખેલો લઈ ગયા,
છે હજી સંબંધ કે, એ પત્ર બદલાવી ગયા.
‘સૈફ’ આ તાજી કબર પર નામ તો મારું જ છે,
પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા ?
- સૈફ પાલનપુરી
પ્રીતની એકપક્ષી રમત થઇ ગઇ,
કેવી નાદાની સંજોગવત થઇ ગઇ.
હાર કે જીત જેવું કશું ના રહ્યું,
જિંદગી એક અમસ્તી શરત થઇ ગઇ.
નામ આવ્યું તમારું કે કિસ્સો ખતમ,
લાગણીઓ બધી એકમત  થઇ ગઇ.
મારા દિલ પર વધુ ભાર એનો રહ્યો,
એમની જો કદી ‘હા’ તરત થઇ ગઇ.
જિંદગીએ હસીને કહ્યું મોત ને,
આપણી વચ્ચે કેવી રમત થઇ ગઇ.
સ્વપ્ન નો’તું – છતાં જઇને ભેટી પડ્યા,
‘સૈફ’થી ભૂલ કેવી સખત થઇ ગઇ.
-સૈફ પાલનપુરી
ફુલ કેરા સ્પર્શથી પણ
દિલ હવે ગભરાય છે,
એને રુઝાયેલા ઝખ્મો
યાદ આવી જાય છે,
કેટલો નજીક છે
આ દુરનો સંબંધ પણ,
હું રડું છું એકલો એ
એ એકલા શરમાય છે.
કોઈ જીવનમાં મરેલા
માનવીને પુછજો,
એક મૃત્યૃ કેટલા મૃત્યૃ
નિભાવી જાય છે.
આ વિરહની રાત છે
તારીખનું પાનું નથી,
અહીં દિવસ બદલાય
તો આખો યુગ બદલાય છે.
એક પ્રણાલીકા નિભાવું છું,
લખું છું ‘સૈફ’ હું,
બાકી ગઝલો જેવું
જીવન હવે ક્યાં જીવાય છે.
- સૈફ પાલનપુરી
ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા,
શું આંસુનો ભૂતકાળ હતો – શું આંસુનાં પણ નામ હતાં.
થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.
હું ચાંદની રતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંઝિલ પણ મશહૂર હતી – કંઈ રસ્તા પણ બદનામ હતાં.
જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.
પેલા ખૂણે બેઠા છે એ “સૈફ” છે મિત્રો જાણો છો ?!
કેવો ચંચલ જીવ હતો ને કેવા રમતારામ હતા !
-’સૈફ’ પાલનપુરી
વિદાય વખતે એમની પાસે એક નિશાની માંગી
મેં એક નિશાની માંગી
અશ્રુઓથી ભીંજાયેલી એક કહાની માગી,
મારા ઘરડા દિવસો માટે થોડીક જવાની માંગી…
મેં એક નિશાની માંગી…
મેં કરી વિનંતી
કે જાગતો રહીશ હું કયાં સુધી મને કોઇ હાલરડું આપો,
બાળક મનને રમવા માટે એક રમકડું આપો;
ઝુલ્ફની ખુશ્બો; સ્મિતની રોનક, નયનની મસ્તી આપો,
જતાં જતાં મારા સૂના મનને કંઇક તો વસ્તી આપો.
વિરહની રાતો પોતે જેને જીવની જેમ સંભાળે,
આપો એક વચન કંઇ એવું લાખ વરસ જે ચાલે.
પાયલ પહેર્યા બાદ પડયાં જે તે સૌ પગલાં આપો,
મેં એક નિશાની માંગી…
સૂણી વિનંતી બોલ્યા તેઓ નજરને નીચી રાખી,
‘દિલ જ્યાં આપ્યું પછી કહો શું આપવા જેવું બાકી?’
મારી યાદ હશે જો દિલમાં ને જો સૂરજ ઢળશે,
પ્રેમના સોગંદ રણમાંથી પણ તમને પનઘટ મળશે.
ઝુલ્ફની ખુશ્બો, સ્મિતની રોનક, નયનની મસ્તી મળશે,
ક્ષણભર યાદ કરી જો લેશો વસ્તી વસ્તી મળશે.
બાકી જેને ભૂલી જવું હો એ જ કહાની માંગે,
પ્રીતમ જેના મનમાં શંકા – એ જ નિશાની માંગે.
કેવો પ્રીતભર્યો આ ઠપકો, કેવી શીખ મજાની,
આથી બહેતર “સૈફ” શું મળતે બીજી કોઇ નિશાની!
– “સૈફ” પાલનપુરી
છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા.
દુર્દશા જેવું હતું, કિંતુ સમજ નો’તી મને,
દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા.
હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં.
મેં લખેલો દઈ ગયા; પોતે લખેલો લઈ ગયા,
છે હજી સંબંધ કે, એ પત્ર બદલાવી ગયા.
‘સૈફ’ આ તાજી કબર પર નામ તો મારું જ છે,
પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા ?
- સૈફ પાલનપુરી
પ્રસ્તુત છે કેટલાક લોકપ્રિય કવીઓ ના મુક્તકો…
જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી
અમીરી કોઈ  અંતરની મહાલયમાં નથી હોતી
શીતળતા  પામવાને  માનવી  તું  દોટ  કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી
- સુરેન ઠાકર ‘મેહુલ’
દર્દને ગાયા વિના રોયા કરો
જિંદગી માણ્યા વિના ખોયા કરો
બીક લાગે કંટકોની જો સતત
ફૂલને ચૂંથો નહીં, જોયા કરો
- કૈલાસ પંડિત
ચૂડીઓ તૂટી ગુલામીની હણાયા ચોટલા,
હાથ લાગ્યા જ્યારથી સ્વરાજ કેરા રોટલા;
નિતનવા કાંઈ કાયદાથી ફાયદા એવા થયા,
આમ જનતાના જુઓ નીકળી ગયા છે ગોટલા.
- બેકાર
પ્રસ્વેદમાં પૈસાની ચમક શોધે છે
હર ચીજમાં એ લાભની તક શોધે છે
આ દુષ્ટ જમાનામાં રુદન શું કરીએ
આંસુમાં ગરીબોના નમક શોધે છે
- મરીઝ
પાંખનું કૌવત કે હું ધીમો કદી પડતો નથી
ઉડ્ડયન કરતો રહું છું પાછળ કદી હટતો નથી
મારા જીવનમાં ખામી શોધનારા સાંભળો
બહુ ઊંચી વસ્તુઓનો પડછાયો કદી પડતો નથી
- નાદાન
જંગલી થૈને ફરે છે ટેરવાં
સ્પર્શમાંથી નીકળેલું રક્ત છે
સાત પડ વિંધાઈ જાશે મહીં
લાગણીના હાથ કેવાં સખ્ત છે
- આર. એસ. દૂધરેજિયા
કોઈ સ્મિતે સ્મિતે સળગે છે
કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે
કોઈ જામ નવા છલકાવે છે
સંજોગના પાલવમાં છે બધું
દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે
એક લાશ તરીને આવે છે
- સૈફ પાલનપુરી
જીવવાનું   એક   કારણ  નીકળ્યું
ધૂળમાં  ઢાંકેલું  બચપણ  નીકળ્યું
મેં  કફન  માનીને  લીધું  હાથમાં
એ સુખી માણસનું પહેરણ નીકળ્યું
તરબતર  આંખોય પ્યાસી  નીકળી
રાતરાણીની     ઉદાસી     નીકળી
તારલા ઊઘડ્યાં ને મળતા આગિયા
ચાંદને   જોવા   અગાસી   નીકળી
ચાંદનીની  રાહ એ  જોતું  નથી
આંગણું   એકાંતને   રોતું  નથી
રાત પાસે આગિયા પણ હોય છે
એકલું  અંધારું  કાંઈ  હોતું નથી
કૈલાસ પંડિત
પ્રણયનું દર્દ જ્યારે પહેલવહેલું દિલમાં પ્રગટ્યું’તું
તો લાગ્યું માનવીને આ બહુ કપરી મજલ આવી
રજૂ કરવા  હ્રદયના  દર્દને  મથતો  હતો  એ તો
વહારે એટલે એની ગગન પરથી ગઝલ આવી
મનહરલાલ ચોકસી
સહવાસના પડઘામાં અબોલો રહી જાઉં
ઘરમાં જ વસું તોય  ભટકતો રહી જાઉં
જો પ્રેમ મળે છે  તો  પ્રતિબિંબની જેમ
પાણીમાં પડું  તોય  હું સુક્કો રહી જાઉં
જવાહર બક્ષી
અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે – ને હસવામાં અભિનય છે.
તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન, ઘણાં વર્ષોથી મારામાં જ તન્મય છે.
તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ
ખુદા તારા વિશે મારાય મનમાં સ્હેજ સંશય છે.
મને જોઈ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો !
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.
હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.
-સૈફ પાલનપુરી
અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે, ને હસવામાં અભિનય છે.
તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન, ઘણાં વર્ષોથી મારામાં જ તન્મય છે.
તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ
ખુદા તારા વિશે મારાય મનમાં સહેજ સંશય છે.
મને જોઇ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો !
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.
હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.
- સૈફ પાલનપુરી