કોઈ   હસી  ગયો  અને  કોઈ  રડી  ગયો
કોઈ  પડી  ગયો  અને  કોઈ  ચડી ગયો
થૈ  આંખ બન્ધ  ઓઢ્યું કફન  એટલે થયું
નાટક  હતું  મઝાનું  ને  પડદો  પડી ગયો
-શેખાદમ આબુવાલા
ખરીદી લીધું છે રાતે જે  સપનું  ચાંદનીનું છે
અરે ઓ સૂર્ય આ વેચાણ  તારી  રોશનીનું છે
થયા છે એકઠા પાછા ફરી  શ્વાસોના સોદાગર
ફરી રસ્તા ઉપર લીલામ કોની  જિંદગીનું  છે
બિચારાનું હશે કિસ્મત રહ્યા અરમાન હસવાના
કફન તો સૂકવી આપો હજી આંસુથી  ભીનું  છે
અમે ભિક્ષુક ખરા પણ આટલું તો માન સચવાયું
હજી આ પાત્ર  ભિક્ષાનું  અમારી  માલિકીનું  છે
મળી છે રાત અંધારી  અને બોલી નથી  શકતા
અરે સૂરજના સોદાગર  વચન તો ચાંદનીનું છે
કરે  તપ   દેશભક્તિનું   નચાવે   લોકશાહીને
બરાબર જોઈએ તો રૂપ  આ  નેતાગીરીનું  છે
જરા ચેતીને  આદમ  ચાલજો નેતાની સંગતમાં
કે ખિસ્સામાં તો કાંટા છે અધર પર સ્મિત કળીનું છે
- શેખાદમ આબુવાલા
દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે
- શેખાદમ આબુવાલા
હસું  છું  એટલે  માની  ન  લેશો કે  સુખી છું હું,
રડી શક્તો નથી એનું મને દુઃખ છે, દુઃખી છું હું;
દબાવીને  હું  બેઠો  છું  જીવનના કારમા ઘાવો,
ગમે   ત્યારે  ફાટી  જાઉં  એ  જવાળામુખી છું હું.
- શેખાદમ આબુવાલા
દર્દ આપ મુજને એવું કે ત્યાગી શકાય ના,
ઊંઘી શકાય ના અને જાગી શકાય ના.
એ બેવફાનો પ્રેમ મળે એ રીતે મને,
ઈચ્છા તો હોય ખૂબ ને માંગી શકાય ના.
આપે તો આપ સ્વર્ગ મને એ પ્રકારનું,
હું પાપ પણ કરું અને ભાગી શકાય ના.
એવું મિલન ન ભાગ્યમાં ‘આદમ’ કદી મળે,
એને મળું અને ગળે લાગી શકાય ના.
-શેખાદમ આબુવાલા
તું એક ગુલાબી સપનું છે
હું એક મજાનીં નીંદર છું.
ના વીતે રાત જવાનીની
તે માટે હું પણ તત્પર છું.
ગોતી જો શકે તો લે ગોતી
મોતીના સ્વરૂપે છે જ્યોતિ
ઓ હંસ બનીને ઊડનારા
હું તારું માનસરોવર છું.
શાંત અને ગંભીર ભલે
શરમાળ છે મારાં નીર ભલે
ઓ પૂનમ ઘૂંઘટ ખોલ જરા
હું એ જ છલકતો સાગર છું.
કૈલાસનો સચવાયે વૈભવ
ગંગાનું વધી જાશે ગૌરવ
તું આવ ઉમાનું રૂપ ધરી
ને જો કે હું કેવો સુંદર છું.
સંવાદ નથી શોભા એની છે
મૌન પ્રતિષ્ઠા બન્નેની
તું પ્રશ્ન છે મારે પ્રીતિનો
હું તારા રૂપનો ઉત્તર છું.
-શેખાદમ આબુવાલા
ગાંધી
કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.
- શેખાદમ આબુવાલા
આ દેશને માટે હિંસા એક વ્યાધિ થઈ ગઈ
ચાહી અમે નો’તી છતાં કેવી ઉપાધિ થઈ ગઈ
માર્યા – પછી બાળ્યા – પછી દાટ્યા – પછી ફૂલો ધર્યા
ચાલો થયું તે થઈ ગયું સુંદર સમાધિ થઈ ગઈ
- શેખાદમ આબુવાલા
પ્યારની રંગીન લત મોંઘી પડી, આગ સાથેની રમત મોંઘી પડી..
જીતતાં જીતાઈ ગૈ બાજી બધી,એક આ દીલની લડલ મોંઘી પડી.
જીંદગીના રંગ સૌ રુઠી ગયા..,બુધ્ધીની આ આવડત મોંઘી પડી.
બાગમાં આવો,રહો,પણ બે ઘડી,માળીની બસ આ શરત મોંઘી પડી.
પ્રાણ લૈ આવ્યા અને દૈને ગયા,તારી કીમત ઓ જગત મોંઘી પડી…
- શેખાદમ આબુવાલા
તારી પાસે રામ છે
મારી પાસે જામ છે
અર્થ શો વિખવાદનો
બેઉને આરામ છે !
- શેખાદમ આબુવાલા
અમને નાખો જિંદગીની આગમાં
આગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું આખરે સૌ મોરચા
મોતને પણ આવવા દો લાગમાં.
મરીશું તો અમે ખુદ મોત માટે જાન થઈ જાશું
રહીશું બાગમાં તો આગનો સામાન થઈ જાશું
ઉછાળા મારીને અમને ન પાછા વાળ ઓ સાગર
કિનારો આવશે તો ખુદ અમે તોફાન થઈ જાશું.
- શેખાદમ આબુવાલા
હું નયનનું નીર છું
પ્રેમનું તકદીર છું
ખેંચશો – હારી જશો
દ્રૌપદીનું ચીર છું
અર્જુને પૂછ્યું મને
રે તું કોનું તીર છું
જે નજર આવે નહીં
તેની હું તસ્વીર છું
પાત્ર લાવો હેમનું
હું સિંહણનું ક્ષીર છું
જન્મના ફેરાની હું
તૂટતી ઝંજીર છું
જાય છે આદમ? ભલે!
દુ:ખ નથી-દિલગીર છું
- શેખાદમ આબુવાલા
ખાળ તારી આંખડીના નીરને
સંકટોમાં આ ન છાજે વીરને;
એને ઠોકર મારીને રસ્તે લગાવ,
ક્યાં સુધી પંપાળશે તકદીરને ?
- શેખાદમ આબુવાલા
સંકલ્પ  વિના એ શક્ય નથી
તું   રોક નયનના આંસુ મથી
તું  હાથની   મુઠ્ઠી  વાળી  જો
રેખાઓ બધી બદલાઈ  જશે !
- શેખાદમ આબુવાલા