શૈક્ષણિક સમસ્યા -પરીક્ષા
આજકાલ બોર્ડની પરીક્ષા એક સમસ્યા રૂપ બનતી જાય છે તેમાં એક કારણ પરીક્ષામાં થતી ચોરી છે.ચોરીમાં એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીઓને પૂછવાથી માંડીને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.આ ચોરી નિવારવા તંત્ર દ્વારા માનવબળ અને પાર વગરનો આર્થિક ખર્ચ કરવામાં આવે છે પણ આ સમસ્યા ઉકેલાતી નથી.આના ઉપાય સમસ્યા ઉદ્ભવે જ નહિ તે માટે તેના મૂળ તરફ જઈએ.
આ સમસ્યા ઉદ્ભવવાનું એક અને મુખ્ય કારણ નહિ ગમતાં વિષયો વિદ્યાર્થીઓને ભણવા પડે તે છે જે વિષયો ભણવામાં રૂચી જ નથી તે વિષય આવડે નહિ અને પછી ચોરી કરવાનું મન થાય છે.સામાન્ય રીતે ચોરી કરવાનું મન કયા વિષયમાં થાય છે અને કયા વિષયમાં વિદ્યાર્થીઓ નિષ્ફળ બને છે તે બાબત વિચારવાથી તેનો ઉકેલ તુરત જ મળે
ઉપાયો:-
વિદ્યાર્થીઓ ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીમાં વધુ નાપાસ થાય છે આ માટે
1 ગણિતનું વ્યવહારુ જ્ઞાન મળે તેવું સહેલું ગણિત વૈકલ્પિક વિષય તરીકે આપવું.જેમને ગણિતમાં જરા પણ રૂચી નથી તેમને ગણિતને બદલે શારીરિક શિક્ષણ કે કોઈ કળાનો વિષય-ચિત્ર સંગીત કે નૃત્ય પસંદ કરવા દેવો.
2 વિજ્ઞાનના વિષય તરીકે પણ વૈકલ્પિક વિષય શરીર વિજ્ઞાન અને આરોગ્યશાસ્ત્ર અથવા સામાન્ય વિજ્ઞાન (જનરલ સાયન્સ )જેમાં કઠીન ભૌતિક વિજ્ઞાનના સૂત્રો ના હોય પરંતુ વ્યવહારિક વિજ્ઞાનનું જ્ઞાન હોય તેવો વિષય હોવો જોઈએ.આવા વિષયમાં યાદ રાખવામાં તકલીફ નહિ પડે.બીજું જેમને આર્ટસ કે કોમર્સ પ્રવાહ જ પસંદ કરવાનો છે તેને
અઘરું ભણાવવાથી ચોરી કરવાની ઈચ્છા થશે.
3 અંગ્રેજી માટે પણ એવું અંગ્રેજી કે જે ફક્ત ભાષા તરીકે જ ભણાવાય અને વ્યાકરણ નહિ કોઈ દસમામાં નાપાસ ક્રિકેટર કે કલાકાર TV પર ફાંકડું અંગ્રેજી બોલી શકે છે અલબત્ત તેને વ્યાકરણનું જ્ઞાન હોતું નથી અને એ બહુ જરૂરી પણ નથી.વિદ્યાર્થીને અંગ્રેજી સાહિત્ય અને ભાષાનો પરિચય થાય સમજી શકે તેવો જ અભ્યાસક્રમ ઘડાવો
જોઈએ .ટોમ એન્ડ જેરી અને હેરી પોટર કે અંગ્રજી સારા કોમેડી નાટકો કોર્ષમાં હોય તો અંગ્રેજી આવડે કે નહિ?
જો આવી વિચારણા કરવામાં આવે તો
1 વિદ્યાર્થીમાં હતાશા દૂર થશે અને આત્મહત્યાનું તેમજ અપવ્યયનું પ્રમાણ ઘટશે તેમાં શંકાનું સ્થાન નથી
2 શિક્ષણ પાછળ થતો ખર્ચ પણ ઘટશે.
3 તનાવગ્રસ્ત પરીક્ષામાંથી તંત્ર, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીવર્ગ મુક્ત થશે.
4 રસરૂચી અનુસાર શિક્ષણ પ્રાપ્ત થશે.
કાશ આવો સમય આવતા જૂનથી શરુ થાય !!!!!