Tags » Hanuman

અતુલિત બલધામાં

बिद्यावान गुनी अति चातुर ।
राम काज करिबे को आतुर ॥७॥ ( હનુમાન ચાલીસા )

જયારે સીતામાતા ની ખોજ ને સારું આખા વિશ્વભર ના વાનરોને ભેગા કરવાની નોબત આવી ત્યારે એ વાનરોને કિષ્કિન્ધા માં તેડાવા માટે સુગ્રીવ હનુમાનજીને મોકલે છે કારણકે સુગ્રીવ ને જાણ હતી હે હનુમાનજી રામ ના પરમ સેવક છે, ગુણી-વિદ્યાવાન છે વળી પ્રભુના કામ કરવા તત્પર છે અને અહિયાં તો બધાને ભેગા કરવા એટલે જો દૂતનું ચરિત્ર આવુંહોય તો ભરોસો જલદી બેસે.

ભેગા થયેલા અલગ અલગ પ્રાંત ના વાનરોના યુથપતિઓ ને એમની સેના સહીત પછી સુગ્રીવ સમુહમાં વિશ્વના અલગ અલગ ભાગ માં ખોજ કરવા માટે મોકલે છે. ઈશ્વર પ્રીતર્થ શરીર નો ઉપયોગ થાય એથી વધુ કોઈ સારી વાત નથી. આ કાર્યમાં બધા વાનરો ભગવાન રામને હદય માં ધરી પોતાના હાથ,પગ,સ્મૃતિ,બુદ્ધી બધું પ્રભુના કામમાં એટલે કે સીતા માતા ની ખોજ માં લગાડેછે અને આમ પ્રભૂ સીતામાતા ની ખોજ ના કાર્યને નિમિત બનાવી સમગ્ર વાનર જાતિ નો ઉદ્ધાર કરે છે.

શું રામ ને ખબર હતી કે હનુમાનજ સીતાની ખોજ કરીને આવશે ? તો પછી એમને બીજબધા વાનરોને કેમ અલગ અલગ દિશાઓમાં જવા દીધા ?

અરે એતો ત્રિલોક ના સ્વામી છે એમને તો એમપણ ખબર હશે કે સીતા ક્યાં છે પણ આતો એમનીજ કૃપા અને લીલા કે-

जद्यपि प्रभु जानत सब बाता। राजनीति राखत सुरत्राता।। 4.34 ( કિષ્કિન્ધા કાંડ )

“પ્રભુ તો બધી વાત જાણેછેજ પણ રાજનીતિ ને અનુસરવા સારું આ ગોઠવણ કરી”

જયારે બધી ટુકડીને મોકલી છેલે સુગ્રીવ એમના અત્યંત વિશ્વનીય માણસો એવા – અંગદ, જાંબુવાન, નળ – નીલ અને હનુમાન ને જ્યાં સીતામાતા મળવાની સૌથી વધુ શક્યતા છે એવા દક્ષીણ માં મોકલે છે. બધા વાનરો પ્રભુ રામને ચરણે પડી આગળ વધે છે. છેલે રહે છે હનુમાન. છેલી ટુકડી જાય છે એટલે રામ વ્યાકુળ છે, હું કઈ દેવાનું – કેવાનું ભૂલતોતો નથી ને ?, શું મારી સીતાના ખબર મને જલદી મળશે ? અને હનુમાન રામના આ વ્યાકુળતા સમજી બસ એમને નીરખતા રહે છે, જયારે હનુમાનજી ને જાણ થાય છે કે બધાએ પ્રભુના દર્શન કરીને આગળ વધવા માંડ્યા છે ત્યારે છેલે પોતે પ્રભુને ચરણે પડે છે ને જાણે દિલાસો દેતા હોય એમ એમને જુએ છે. ત્યારે સેવક ઉપર અપાર પ્રીતિ કરનારા પ્રભુ હનુમાન ને વીટી આપે છે પહેચાન માટે. પૂજ્ય મોરારી બાપુ એમની કથામાં કહેતા, ક્યારેક છેલે રહેવામાં પણ ફાયદો છે.

पाछें पवन तनय सिरु नावा। जानि काज प्रभु निकट बोलावा।।
परसा सीस सरोरुह पानी। करमुद्रिका दीन्हि जन जानी।। 4.23 ( કિષ્કિન્ધા કાંડ )

“બધાના ગયા પછી પાછળથી હનુમાનજી એ પ્રભુના ચરણો માં માથું નમાયું, “હનુમાન પરમ ભક્ત છે તેથી એનાથીજ કાર્ય સિદ્ધ થશે” એમ જાની હનુમાન ને પાસે બોલાવી, તેના મસ્તક પર હાથ ફેરવી પ્રભુ એ વીંટી આપી”

જટાયુ ના જણાવાથી જયારે ખબર પડી કે માં સીતામાતા સમુદ્ર ની પેલે પર રાવણ પાસે છે ત્યારે સો યોજન ના સમુદ્ર ને પાર કરવાની કોઈની હિમ્મત ના ચાલી અને દરેક વાનરો પોત પોતાના બળ ની ક્ષમતા ને જણાવતા હતા ત્યારે હનુમાન ચુપ હતા, કેમ ? એ તો અતુલિત બળનો સ્વામી ચુપ હતો, પ્રભુ ધ્યાન માં મગ્ન હતો, એ કયો પરાક્રમ કહે સુ એના બળ ની કોઈ ક્ષમતા છે ?  અરે પ્રભુ એ એમને જ્યારથી એમની કૃપા રૂપે વીંટી આપી ત્યારથી એતો લંકા પોચી ગયા, પણ એતો મનોમંથન માં હતા કે પ્રભુ એ મને વીંટી આપી કહ્યું હતું કે –

बहु प्रकार सीतहि समुझाएहु। कहि बल बिरह बेगि तुम्ह आएहु।। 4.58 ( કિષ્કિન્ધા કાંડ )

“ઘણા પ્રકારથી સીતાને આશ્વાશન કરજો અને પાછા ફરજો”

તો હું કઈ રીતે માતાને આશ્વાશન આપું, પ્રભુ ના સંતાપ ને સબ્દો માં કેમ વર્ણવું. અને જયારે જામ્બુવાને હનુમાનજીને એમનું ચરિત્ર સંભળાવ્યું અને હનુમાનજી નું બળ યાદ અપાવ્યું ત્યારે હનુમાન જી જાણે અગ્નિની ગરમી થી દૂધ ઉભરાય એમ પ્રભુના સંતાપ થી ઉભરાઈ પર્વત જેવડું સરીર ધરી કહ્યું –

सिंहनाद करि बारहिं बारा। लीलहीं नाषउँ जलनिधि खारा।।
सहित सहाय रावनहि मारी। आनउँ इहाँ त्रिकूट उपारी।।

“સિંહજેવી ગર્જના કરી હનુમાનજી કહેવા લાગ્યા, જાંબુવાન કહો તો લીલામાત્રા માં સમુદ્ર ઉલંઘી સીતાની ખબર લાવું અને જો તમેકો તો રાવણને મારી આખો ત્રિકુટ પર્વત લઇ આવું ( રાવણ નું રાજ્ય ત્રિકુટ પર્વત પર હતું )”

પણ પ્રભુ એ ખાલી સીતામાતા ની ભાળ મેળવી પાછા ફરવાનું કહ્યું હતું એટલે જાંબુવાને ખાલી સીતામાતા ની ખબર લઇ પાછા ફરવાની આજ્ઞા આપી.

કીશ્કીન્ધાકાંડ

તું મને લક્ષ્મણ થી પણ વધુ પ્યારો છે

કથા એમ છે કે, પવન પુત્ર હનુમાન રામ અને લક્ષ્મણ ની કિષ્કિન્ધા ના જંગલો માં પરખ કરી સીતા ની શોધ આગળ વધારવા અને રામને મદદરૂપ થવા અને વાનર રાજ સુગ્રીવ નો ભેટ કરાવવા ઋષિકેશ પર્વત પર કે જ્યાં સુગ્રીવ એમના મંત્રીઓ જોડે રહે છે ત્યાં પોતાના ખંભા પર બેસાળી લાવે છે.

लिए दुऔ जन पीठि चढ़ाई – 4.3 ( કિષ્કિન્ધા કાંડ )

કેમ ?

હનુમાન તો સેવક છે પ્રભુ રામ નો. સાચો સેવક એ કે જે સ્વામી ના દુખ માં પણ સાથ હોય અને જો સેવક આવા હોય તોજ જગત ના ખૂણે ખૂણે પૂજાય. પોતાના સ્વામી નું દુખ કેમ એ જોઈ શકે, એક તો પ્રભુ રામ ને સીતામાતા ની સોધ આગળ વધારવા હનુમાનજી ઉતાવળા છે, કારણકે એ જાણે છે કે વાનર રાજ સુગ્રીવ એમની ભવ્ય વાનર સેના બધી દેશાઓ માં મોકલી કંઈક પરિણામ લાવશે અને બીજું –

कठिन भूमि कोमल पद गामी – 4.1 ( કિષ્કિન્ધા કાંડ )

“પથરાળ ભૂમિ ને તમારા પગ કોમલ છે”

આવી કિષ્કિન્ધા ની પથરાળ ભૂમિ પર પ્રભુ રામ ને ઉઘાળા પગે એમનો સેવક કેમ જોઈ સકે, સ્વામી ની સેવા એજ જેનો પરમ ધર્મ હોય એ પ્રભુ ને ઋષિકેશ જેવો પથરીલો પર્વત કેમ ઉઘાડે પગે ચડાવે આમ એ બંને ને પ્રભુ રામ અને લક્ષ્મણને પોતાના ખંભે બેસાડી દે છે. અહી હનુમાનજી ફક્ત પ્રભુ રામનોજ નહિ લક્ષ્મણ ને પણ પડતા કષ્ઠનો વિચાર કરે છે એટલે પ્રભુ રામ હનુમાન ને કહે છે –

तैं मम प्रिय लछिमन ते दूना – 4.3 ( કિષ્કિન્ધા કાંડ )

“તું મને લક્ષ્મણ થી પણ વધુ પ્યારો છે

કીશ્કીન્ધાકાંડ

Hanuman Chalisa

Hanuman is considered to be an avatar (incarnation) of Lord Shiva. Shri Hanuman, a great disciple of Sri Rama, is the symbol of devotion and dedication. 549 more words

Hanuman Names

RAVANAYAN [GRAPHIC NOVEL issue(5-7)]

The story of Lankesh continues with him in the thick of action as he abducts Sita. Jatayu tries to save her but ends up loosing to the might of Ravana. 452 more words

Books

Example of Multiple Lives

Here is a depiction of Lord Vishnu, with all his incarnations and avatars, and at the bottom you can see Krishna and the warrior Arjuna, Krishna himself an incarnation of Lord Vishnu. 223 more words

Buddhism & Hinduism