Tags » Jokes

A Joke a Day …

Pixabay

Jokes

…… Keeps the Gloomies Away!

Where do ghosts like to travel on vacation?

The Dead Sea!!!

Humour

મન્ચુરિયન ગોટાળો...

“કોઈક નું મન્ચુરિયન ગોટા નું પાર્સલ પડી ગયુ, ને એમા ગ્રેવી પણ છે.”

તજજ્ઞો ની ચર્ચા કેવી વાહિયાત હોય શકે એ વિશે આજે લખવાનું મન થયુ છે. અવિશ્વસનીય બાબત એ છે કે હુ ય અહીં એક તજજ્ઞ છું(ભલે તજજ્ઞ મા જ્ઞ બોલતાં બોલતાં થૂંક ઉડે છે). અને ઉપર નું વાક્ય અમારી લાંબી લસ ચર્ચા નું તારણ છે.
તારણ આવુ છે તો કારણ???
કારણ એટલું જ કે રસ્તે ચાલતા ચાલતા અમારી નજર એક પ્લાસ્ટિક ની થેલી પર પડી. એમાંથી મન્ચુરિયન ડોકા કાઢે. આપણે તો મોંઘા મા મોંઘા મેથીના ગોટા ખાધેલા એય આઢિસોં ગ્રામ મા છ જણા, એટ્લે આ જોઈને મારી તો ચીસ નીકળી ગઇ. “કોઈકના મન્ચુરિયન ઢોળાઈ ગયા”. એટલે મારા મિત્ર(ચર્ચા ના બીજા તજજ્ઞ) ને ખટકયૂ.
“જે રીતે ઝભલું પડયું છે એ જોતાં એમ લાગે છે કે આ ઢોળાયા નથી કોઈકે નાખી દીધાં છે.”
મને તો મારી ગરીબી ની દયા આવી ગઇ. “મમમમમન્ચુરિયન કોઈકે નીચે નાખી દીધાં….!!!”
આપણે તો ભજીયા ના બટેટા ની ચોંટી રહેલી છાલ ય નાખી નથી દેતા. એમની દલીલ એવી હતી કે પાર્સલ આખું પેક છે એટ્લે ખાતા ખાતા ઢોળાવાનો તો સવાલ જ નથી. અને મે મન્ચુરિયન નો ભાવ આગળ કરીને કીધું કે આટલાં મોંઘા કોઈ ફેંકે નહીં, અને મન્ચુરિયન લોકપ્રિય પણ ખરાં. એટલે ફેંકે તો નહીં જ. આપણને મન્ચુરિયન તો ગળા હેઠે ઉતારવા મળ્યા ના હોય કોઈ દીવસ તો એને ફેંકી દીધાની વાત તો ક્યાંથી ગળે ઊતરે. એટલે ઢોળાવા અને ફેંકી દીધાં વચ્ચેનો રસ્તો કાઢ્યો. પડી ગયા. એટલે તારણ આવ્યુ, “કોઈકના મન્ચુરિયન પડી ગયા.”
હવે મારી વિદ્વતા જાગી.
“મન્ચુરિયા એ કોઈ વિસ્તારનું નામ છે એટલે એની બધી વસ્તુ કે માણસો ને મન્ચુરિયન કહેવાય. તો મન્ચુરિયન પડી ગયા એમ ના કહેવાય. આ વાનગીને કોઇક નામ આપવું પડે.”
એમનું સુચન, “આકાર આપડા ગોટા જેવો છે એટલે મન્ચુરિયન ગોટા કહીએ?”
માન્યું. તારણ આવ્યુ.
“કોઈકના મન્ચુરિયન ગોટા પડી ગયા.”
પાછી એમની દલીલ આવી, “એક બે હોય તો ગોટા કહેવાય આ તો આખું પાર્સલ છે. એ તો કહેવું જ પડે.”
વળી તારણ બદલાણુ. “કોઇક ના મન્ચુરિયન ગોટા નું પાર્સલ પડી ગયુ”.
ત્યાં એમની નજર ગ્રેવી પર પડી.
“ઓય, આમા તો મન્ચુરિયન એકલા નથી, ગ્રેવી પણ છે. એને અવગણી ના શકાય. કારણકે આ વાનગી બે પ્રકાર મા મળે છે. ડ્રાય અને ગ્રેવી વાળી. આ તો અધૂરી માહીતી કહેવાય, આપણી વિદ્વતાનો સવાલ છે.”
એટલે છેલ્લું તારણ આવ્યુ, ગ્રેવી ના ઉલ્લેખ સાથે, “કોઈકના મન્ચુરિયન ગોટા નું પાર્સલ પડી ગયુ, ને એમા ગ્રેવી પણ છે.”
છેવટે અમારી બન્નેની વિદ્વતા સંતોષાઇ ગઇ, એટલે અમે નીકળી ગયા ત્યાંથી.
પછી ઘરે આવીને મે આ લેખ લખ્યો, એક વાહિયાત વાત પર હુ કેટલું લખી શકુ છે એ માપવા માટે.

– હાર્દિક મકવાણા(હાર્દ)

Hardikmakwana

Nice Canadian Weather

Wind, snow storm, blizzard, ice and freezing cold? Welcome to Canada!

Canada. Because I love being cold 95% of my life.

Joke by Cookie Crumbs ‏@angelizaj

Jokes

Saturday Silly - 9/22/2018

I love kids!  I was talking with a friend of mine from Montana, just the other day.  We talked about how fast the kids grew up, who got married, and who was expecting; all that good stuff.  197 more words

Blog