Tags » Sant

બજરંગદાસ બાપા

એક સંત વસે મારા આંગણિયે…..

બજરંગદાસ બાપા

ઈ.સ. 1906 ની વાત છે ભાવનગરનાં અધેવાડા ગામમાં હિરદાસજી અને શીવકુંવરબા નામે રામાનન્દી કુટુંબ રહેતું હતું. શીવકુંવરબા સગર્ભા હતાં ત્યારે તેઓ પિયર જતાં હતાં અને રસ્તામાં તેમને પ્રસવની પીડા ઉપડી. ત્યાં બાજુમાં જ ઝાંઝરીયા હનુમાનજી નું મંદિર હતું. આજુબાજુની બહેનો એમને લઇને મંદિર ઝુંપડીમાં લઈ ગયાં અને મંદીરમાં હનુમાનજી ની આરતી નાં ઝાલર રણકવા મંડ્યા અને એવા શુભ દી એ એક બાળકનો જનમ થયો. રામાનન્દી સાધુ હોવાના કારણે નામ રાખ્યું “ભક્તીરામ”. નાનપણથી જ ભક્તીરામનાં મનમાં માતા-પિતાનાં સંસ્કાર હતાં ખરેખર તેમનામાં નામ પ્રમાણેજ ગુણ પણ હતાં. એક સવારે ભક્તીરામ મોડે સુધી સુઈ રહ્યાં તો પિતા હિરદાસ અને માતા શીવકુંવરબા એ આવીને જગાડ્યા અને જુએ છે તો એમની બાજુમાં જાણે એમનો દોસ્ત હોય એમ એક સાપ પણ હતો. પછી એમને થયું કે જરુર ભક્તીરામ શેષ નારાયણનાં અવતાર હોવો જોઈએ. ભક્તીરામને ભક્તી ની એવી તો માયા લાગી ગઈ તી કે તેઓ 2 ધોરણ સુધી જ ભણ્યા હતાં અને 11 વરસની ઉંમરે તેઓ ખાખીની જમાતમાં કે જેમનાં ગુરુ હતાં સીતારામ બાપુ એમની પાસેથી દિક્ષા લઈને સમાધીમાં લીન થઈ ગયાં. તેમને પરમતત્વ અને યોગસિદ્ધીનો સાક્ષાત્કાર થયો ત્યારે ગુરુ પાસે દક્ષિણાં આપવા ગયાં. ગુરુ શ્રી સીતારામ ભક્તીરામને ઓળખી ગયાં અને કહ્યું કે ખરાં ગુરુ તો તમે છો એટલે મારે તમને આપવાનું હોય. ત્યારે ભક્તીરામ બોલ્યાં કે ખરેખર જો તમે મને કઈંક આપવા જ ઈચ્છતા હોય તો એવું કઈક આપો કે મારા રુવે-રુવે રામનું રટણ ચાલું જ રે. ત્યારથી સીતારામજી એ એમને નવું નામ આપ્યું “બજરંગી” અને કહ્યું કે જાવ બજરંગી હવે તમે દુનીયામાં ભ્રમણ કરો અને દીન દુખીયાં ની સેવા કરો અને તમે આખા જગતમાં બજરંગદાસ તરીકે ઓળખાશો. ત્યારથી ભક્તીરામ આખા જગતમાં “બાપા બજરંગદાસ” અને “બાપા સીતારામ” ના નામથી ઓળખાવા લાગ્યાં. એક વાર ભ્રમણ કરતાં-કરતાં બાપા મુંમ્બઈ આવી પહોચ્યાં. ત્યાં જ લોકોને બાપાનો પરિચય થયો. બન્યું એવું કે એક ગોરો અમલદાર ત્યાંથી પોતાની ગાડીમાં નિકળ્યો અને રસ્તામાં બાપા અને બીજા સેવકો પાણીની ડોલો ભરીને એક જગ્યાએ ભેગુ કરતા હતા. તો ગોરો અમલદાર સંતો અને તેમની ભક્તિ વિશે ખરાબ બોલવા લાગ્યો અને કહ્યું કે જો તમે ખરેખર સંત હોય તો ચમત્કાર બતાવો. બાપા એ જ વખતે જ્યાં ઉભા તાં ત્યાં જ પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યાં. અને જોત જોતાંમાં ત્યાં લોકોનું ટોળું આ કુત્તુહલ જોવા ભેગુ થઈ ગયું અને બાપુએ ખારા જળની જમીનમાંથી મીઠું પાણી કાઢ્યું તે જોઇને ગોરો અમલદાર પણ બાપાને સલામ મારીને જતો રહ્યો.

“ મન સબ પર અસવાર હૈ , પીડા કરે અનંત,
મન હી પર અસવાર રહે, કોઇક વિરલા સંત “

બાપાનુ પરિભ્રમણ

બાપા ગુરુજીની આજ્ઞાને પાલન કરવા માટે ભ્રમણ કરવા લાગ્યા અને એમનો પહેલો મુકામ થયો સુરત, જ્યાં તેઓ બેગમપુરા સાવેરિયા રોડ પર આવેલ લક્ષ્મીનારાયણનાં મન્દીરમાં રહ્યાં ત્યાંથી તેઓ ચાલતાં ચાલતાં હણોલ ગામે રણજીત હનુમાનજીનાં મન્દીરમાં સાત વરસ રહ્યાં. તેમનાં ભ્રમણ દરમ્યાન તેઓ ભાવનગર જાડેજા ને ત્યાં પણ ગયાં હતાં ત્યાંથી તેઓ પાલીતાણા, જેસર અને કલમોદર ગયાં અને કળમોદર બાપા ત્રણ વરસ રહ્યાં. બાપાનાં ભ્રમણ દરમ્યાન એમનાં હાથે ઘણાં ચમત્કાર થયાં પણ બાપાતો ફકત એક જ વાકય બોલતાં જેવી મારાં વ્હાલાની મરજી.
ભ્રમણ કરતાં-કરતાં બાપા બગદાણા આવ્યાં ત્યારે એમની ઉંમર હતી 41 વરસ. ત્યાં બાપાએ ત્રિવેણી સંગમ જોયો. બગદાણામાં બાપાને 5 મુળતત્વો જોવા મળ્યાં:
1. બગદાણા ગામ
2. બગડ નદી
3. બગડેશ્વર મહાદેવ
4. બગદાલમ ઋષિ
5. બજરંગદાસ બાપા
પછી બાપા કાયમને માટે બગદાણામાં જ રહ્યાં. બાપાએ બગદાણામાં પણ ઘણો વિસ્તાર કર્યો.
બાપા 1941 માં બગદાણા આવ્યાં,
1951 માં આશ્રમની સ્થાપના કરી,
1959 માં અન્નક્ષેત્ર ચાલું કર્યુ,
1960 માં ભુદાન હવન કર્યો,
1962 માં આશ્રમની હરાજી કરાવીને ભારત અને ચીનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી,
1965 માં ફરીથી આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી,
1971 માં પણ આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી,
આમ, ભારતનાં ઈતિહાસમાં એક સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એવા બાપા બજરંગદાસ સૌને મુકીને પોષ વદ ચોથનાં દિવસે દેવ થઈ ગયાં.આજે પરમ પૂજય બજરંગદાસબાપાનાં ચરણમાં કોટી કોટી વંદન અને પરમ પૂજય બજરંગદાસબાપાની કૃપા હમેશા આપ અને આપના પરીવાર પર રહે એજ શુભકામના સાથે સર્વે મિત્રોને બાપા સીતારામ….

भक्ति बीज पलटै नहीं, जो जुग जाय अनन्त |
ऊँच नीच घर अवतरै, होय सन्त का सन्त ||

अर्थात ~ की हुई भक्ति के बीज निष्फल नहीं होते चाहे अनंतो युग बीत जाये | भक्तिमान जीव सन्त का सन्त ही रहता है चाहे वह ऊँच – नीच माने गये किसी भी वर्ण – जाती में जन्म ले |

Literature

Sant Kabir : Dohas

I spent my last few days with writing essays and reading internet material on Ad-world . I encountered with some of the best ‘Dohas’ of Sant Kabir. 715 more words

Information

Christmas Snail Mail Ideas

Hello, our dear readers! I am coming to you with a post of some of my own Christmas mail. Some ideas came from Pinterest, some I made myself, so go ahead and try some out!

Julia.

DIY

Santa and Rudolph Shortbread Biscuits

At long long last December is here, the best month of the year, and the perfect time to bake shortbread reindeer!

We’ve waited 11 months;  battled through a cold summer, resisted the temptation to wear your cheesey, yet delightfully cosy novelty jumpers on every “can’t be bothered for life” day and even forcefully restrained ourselves from watching Love Actually at every possible moment. 1,175 more words

Baking